Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

જેતપુરના નવાગઢમાં પશુઓની કતલ-માંસનું વેંચાણ કરતા ૭ ઝડપાયા

જેતપુર તા.રપ :..  નવાગઢ ખાટકી વાસમાં ગત રાત્રીના ગેસ  ગોડાઉન પાસે રહેતા ઇસ્માઇલ હબીબભાઇ લાખાણી પોતાના ઘેર ગેરકાયદેસર મુંગા પશુઓની કતલ કરી માંસનું વ્હેચાણ કરતો હોવાની સીટી પી. આઇ. વી. કે. પટેલને બાતમી મળતા સ્ટાફના ભાવેશભાઇ ચાવડા, મજનુભાઇ મનાત, મહેન્દ્રભાઇ  વાળા, પ્રવિણભાઇ ચાવડા, લાખુભા રાઠોડ, અનિલભાઇ બડકોદીયાને સાથે રાખી ઇસ્માઇલ લાખાણીના રહેણાંક મકાનમાં દરોડો પાડયો હતો.

ત્યાં કપાયેલ પશુનું માંસ કતલ કરવાના સાધનો તેમજ સાત શખ્સો બેઠા હોય પોલીસે મકાન માલીક ઇસ્માઇલ હબીબભાઇ લાખાણી, ગુલામ હુસેન હબીબભાઇ લાખાણી, શાહરૂમ ઓસમાણભાઇ તરકવાડીયા, સાહીલ જમાલભાઇ તરકવાડીયા, ઇમરાન મોહમદભાઇ કારવા, મોહમદ નાથાભાઇ તરકવાડીયા (રહે. તમામ ગેસના ગોડાઉન પાસે) ફારૂક હારૂનભાઇ ડબગર (રહે. ગુજરાતીનીવાડી) સામે શખ્સો પાસે મળી આવેલ અબોલ જીવનું માસ ૧પ કિલો કોપતો, છરો, લાકડાનો મુંઢો, વજન કાંટા મળી કુલ રૂ. ૧૪પ૦ નો મુદામાલ કબ્જે કરી તમામ શખ્સોને કોરોના ટેસ્ટ કરાવવા તેમજ તેમની વિરૂધ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

ફાસ્ટફુડના ૩ દુકાનદારો સામે ગુન્હો

લોકડાઉન ૪ માં તમામ ધંધા-રોજગાર તેમજ હોટલ, રેસ્ટોરન્ટને શરતી છૂટ આપવામાં આવેલ છતાં તે શરતોનું પાલન કરતા ન હોય તેવી ફરીયાદના આધારે સ્ટેન્ડ ચોકમાં આવેલ હરભોલે ઇડલીના માલીક હુસેનભાઇ ઇકબાલભાઇ કમાડીયા, બગીચા પાસે આવેલ જયશંકર ફાસ્ટ ફુડના માલીક રવિભાઇ જગદીશભાઇ મેવાણી, તેમજ બરફના કારખાના પાસે જયભોલે ઢોસાના માલીક, ધર્મેશગીરી વસંતગીરી ગોસાઇએ જાહેરનામાનો ભંગ કર્યો હોય તેમની વિરૂધ્ધ કાર્યવાહી કરેલ છે.

(12:51 pm IST)