Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

જુનાગઢમાં બ્લડ ઓનલાઇન ચેટીંગ મારફતે લોકોને ખંખેરતી ટોળકી ઝડપાઇ

ત્રણ શખ્સ પકડાયા : જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી

જુનાગઢ, તા. રપ : બ્લડ ઓનલાઇન ચેટીંગ એપ્લીકેશન મારફતે સામાન્ય પ્રજાને ખંખેરતી ટોળકી ઝડપાઇ અનેક ગુન્હાઓનો પર્દાફાશ કરતી એલસીબીની ટીમ.

પ્રાપ્ત માહિતી મુજબ જૂનાગઢ વિભાગ, જુનાગઢના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપસીંગ તથા જુનાગઢ જિલ્લાના પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા હાલમાં ઓનલાઇન ચેટીંગ એપ્લીકેશન મારફતે લોકોને છેતરી ઠગાઇના બનાવો બનતા ધ્યાને આવેલ જે બાબતે તપાસ કરી આવા આરોપીને પકડી પાડી ગુન્હાઓ શોધી કાઢી અને સામાન્ય પ્રજા આવા ઓનલાઇન છેતરપીંડી બનાવના ભોગ બનતા અટકે તેવી સુચના થતાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર આર.સી. કાનમીયાના માર્ગદર્શન હેઠળ જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચના વાયરસેલ પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.એમ. જલુ તથા પોલીસ સ્ટાફના માણસો દ્વારા જુનાગઢ જિલ્લા વિસ્તારમાં ઓનલાઇન ચેટીંગ એપ્લીકેશન મારફત છેતરપીંડી ઠગાઇના બનેલ બનાવો બાબતે હકીકત મેળવતા ગત તા. ર૦ના મેના રોજ આવા ઓનલાઇન ચેટીંગ મારફતે ઠગાઇ કરી બનેલ બનાવની વિગત નીચે વિગતે છે.

આ કામના ફરીયાદીને આ કામના આરોપીઓએ બ્લુડ એપ્લીકેશન ઓનલાઇન ચેટીંગ એપ્લીકેશન મારફતે સંપર્ક કરી સમલૈગીક સબંધ બાંધવાના બહાના હેઠળ પૂર્વ આયોજીત કાવત્રુ કરી ખોટુ નામ ધારણ કરી જેના ભાગરૂપે ફરીયાદીને અગ્રાવત ચોકથી ખામધ્રોળ રોડ કેમ્બ્રીજ સ્કૂલ પાસે એક મકાનમાં લઇ જઇ ત્યાં ફરીયાદનીે છરી બતાવી ઢીકાપાટુનો મારમારી મારી જાનથી મારી નાખવાની ધમકી આપી અને ફરીયાદી પાસે બળજબરીથી રૂ.૧૦,૦૦૦ કઢાવી લઇ તેમજ રૂ. ૧પ૦૦૦ની માંગણી કરી તમામે ગુન્હો કરવામાં એકબીજાની મદદગારી કરી અધિક જીલ્લા મેજી.ના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કર્યા બાબત જે બાબતે તાલુકા પો.સ્ટ.ગુ.ર. નં.૧૧ર૦૩૦રપર૦૦પ૭પ/ર૦ર૦ તા. ર૩-પ-ર૦ર૦ના રોજ રજી. કરવામાં આવેલ.

ઉપરોકત બનાવ બાબતે ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢના પો.સ્ટાફ દિવ્યેશભાઇ ડાભીને જાણ થતાં આ કામે ભોગ બનનાર ફરીયાદીને ક્રાઇમ બ્રાન્ચ કચેરી ખાતે બોલાવી વિશ્વાસમાં લઇ હકીકતો મેળવતા આ કામના આરોપીઓએ બ્લુડ ઓનલાઇન એપ્લીકેશન મારફતે ફરીયાદીના સંપર્કમાં આવી સમલૈગીક સબંધો બાંધવા માટે ભોગ બનનાર ફરીયાદીને વિશ્વાસમાં લઇ કેમ્બ્રીજ સંકુલ પાસે આવેલ એક મકાનમાં લઇ જઇ આ કામના આરોપીઓએ અગાઉ કરેલ કાવતરા મુજબ આરોપીઓને ફરીયાદીના ફોટા પાડી લઇ બ્લેકમેઇલ કરી ઢીકા પાટુનો માર મારી રૂ. ૧૦,૦૦૦ કઢાવી લઇ તેમજ રૂ. ૧પ૦૦૦ની માંગણી કરેલાની હકીકત જાણવા મળેલ. બાદ આ કામના આરોપીઓ અંગે ક્રાઇમ બ્રાન્ચના પો.હેડ કોન્સ. બી.બી. ઓડેદરા તથા પો. કોન્સ. સાહિલભાઇ સમા, દિનેશભાઇ કરગીયા વિગેરેએ આરોપીઓ અંગે માહિતી મેળવી તેઓના રહેણાંક મકાને તપાસ કરતા (૧) રીયાઝ ઉર્ફે હાર્દિક અલીભાઇ પલેજા ગામેતી રહે. જુનાગઢ કેમ્બ્રીજ સ્કૂલ પાસે, યમુનાનગર, (ર) વસીમ મહમદભાઇ સીડા ગામેતી રહે. જુનાગઢ કેમ્બ્રીજ સ્કૂલ પાસે, યમુનાનગર, (૩) ઇર્શાદ ઇકબાલભાઇ સમા ગામેતી રહે. જુનાગઢ, કેમ્બ્રીજ સ્કૂલ પાસે, યમુનાનગર સહિતના ૩ આરોપીને તાલુકા પોલીસને સોંપવામાં આવ્યા

આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢના પો.ઇન્સ. આર.સી. કાનમિયા તથા વાયરલેસ પો.સ.ઇ. ડી.એમ. જલુ તથા પો.હે.કો. બી.બી. ઓડેદરા, નીકુલ એમ. પટેલ, જીતેષ એચ. મારૂ તથા પો.કોન્સ. સાહિલ સમા, ભરત સોલંકી, દિનેશ કરગીયા, દિવ્યેશ ડાભી, કરશનભાઇ જીવાભાઇ વિગેરે પો.સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.

(12:50 pm IST)