Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

મોરબીમાં કોરોનાનો પોઝીટીવ કેસ નોંધાયા બાદ પુલ સેમ્પલની સંખ્યા ઘટાડવામાં આવી?

અગાઉ લેવાતા સેમ્પલની સંખ્યામાં ઓચિંતો ઘટાડો શું સૂચવે છે ?

મોરબી, તા.૨૫: મોરબી જીલ્લામાં કોરોનાના બે પોઝીટીવ કેસ નોંધાયા બાદ બંને દર્દી સાજા થઇ જતા રજા આપી દેવામાં આવી છે અને કોરોના હાહાકાર વચ્ચે મોરબી જીલ્લામાં હજુ એકપણ વ્યકિતનું કોરોનાથી મોત થયું નથી જોકે મોરબીમાં ત્રીજો કોરોના પોઝીટીવ કેસ આવ્યા બાદ પુલ સેમ્પલીંગની સંખ્યામાં ઓચિંતો ઘટાડો નોંધાયો છે જે જોગાનુજોગ છે કે પછી જાણી જોઇને સંખ્યા ઘટાડવામાં આવી છે તેવી ચર્ચાર જોર પકડયું છે.

મોરબીના ઉમા ટાઉનશીપમાં કોરોનાના દર્દી સાજા થઇ ગયા બાદ વાંકાનેરમાં કોરોના પોઝીટીવ કેસ નોંધાયો હતો અને તે દર્દીની તબિયત પણ સારી હોવાથી રજા આપી દીધી હતી અને મોરબી જીલ્લો ગત ગુરુવાર સુધી કોરોનામુકત રહ્યો હતો દરમિયાન તંત્ર દ્વારા પુલ સેમ્પલ લેવામાં આવી રહ્યા હતા અને શંકાસ્પદ દર્દીઓ ઉપરાંત મોરબી સિવિલ, વિવિધ પીએચસી અને સીએચસી સેન્ટર તેમજ શહેરની ખાનગી હોસ્પિટલમાં વયોવૃદ્ઘ દર્દીના સેમ્પલ લેવાની પ્રક્રિયા શરુ કરવામા આવી હતી જેમાં શરૂઆતમાં તો સેમ્પલની સંખ્યા પ્રમાણમાં સારી રહી હતી પરંતુ આ સંખ્યા ઉતરોતર ઘટતી જોવા મળે છે એટલું જ નહિ પરંતુ છેલ્લા ત્રણ દિવસમાં તો સેમ્પલ લેવાની સંખ્યા ૫૦ ટકાથી પણ વધુ દ્યટી જવા પામી છે અને ગત શુક્રવારે મોરબીના વાવવી રોડ પર કોરોના પોઝીટીવ કેસ નોંધાયા બાદ સેમ્પલની સંખ્યા ઘટી ગઈ છે.

મોરબી જીલ્લામાં પુલ સેમ્પલીંગના આંકડા પર નજર કરીએ તો ગત તા. ૧૫ ના રોજ ૨૫૧, તા. ૧૬ ના રોજ ૨૦૨, તા. ૧૭ ના રોજ ૨૪૩, તા. ૧૮ ના રોજ ૨૦૭, તા. ૧૯ ના રોજ ૧૪૦, તા, ૨૦ ના રોજ ૧૨૩ તેમજ તા. ૨૧ ના ૧૨૫, તા. ૨૨ ના ૬૫ અને તા. ૨૩ ના ૫૫ સેમ્પલ લેવાયા છે અને મોરબી જીલ્લામાં કુલ ૧૪૧૦ સેમ્પલ લેવાયા છે.(

(12:49 pm IST)