Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

પોરબંદરમાં કોરોના પોઝીટીવનો વધુ ૧ કેસ

અમદાવાદથી પોરબંદર આવેલ આધેડ વયના પુરૂષને કોરોનાના લક્ષણો જણાયેલાઃ સાથેના ૨ કોરન્ટાઇન

પોરબંદર,તા.૨૫: વાડી પ્લોટમાં રહેતા અને અમદાવાદથી આવેલ એક આધેડ વયના પુરૂષને કોરોના પોઝીટીવનો રિપોર્ટ આવતા ભય પ્રસરી ગયેલ છે.

પોરબંદર જિલ્લામાં અત્યાર સુધી કુલ ૮ કેસ આવેલ છે. જેમાં ૪ દર્દીઓ સાજા થતા ઘરે મોકલી આવેલ છે.

ગઇ કાલે અમદાવાદથી પોરબંદર આવેલ આધેડ વયના પુરૂષ કૌશીકભાઇમગનલાલ જોષીને કોરોના પ્રાથમિક લક્ષણો જણાતા તેના નમૂના લઇને રિપોર્ટ કરાવતા તેમને કોરોના પોઝીટીવ હોવાનો રિપોર્ટ આવેલ છે. તેમની સાથે રહેલ ૨ યુવાનોને કોરોન્ટાઇન કરીને નમૂના લઇને જામનગર મોકલ્યાં છે.

પોરબંદર જિલ્લામાં અત્યાર સુધી કોરોના પોઝીટીવના ૮ કેસ થયેલ છે. જેમાં અગાઉ ૪ કોરોના દર્દી સાજા થઇ ઘરે મોકલી આવેલ છે.

(12:48 pm IST)