Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

ઘઉં આપવાની ના પાડતા પડોશીને પાઇપ ઝીંકયોઃ જસદણનો બનાવ

રાજકોટ, તા., ૨૫: જસદણમાં ઘઉં આપવાની ના પાડતા પડોશી બાવાજી વૃધ્ધ ઉપર કોળી શખ્સે પાઇપથી હુમલો કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ જસદણમાં પોલારપર રોડ રામનગર શેરી નં. ૧૩ માં રહેતા ભુપતગીરી ભાવુગીરી ગોસાઇ (ઉ.વ.૬૦)એ પડોશમાં રહેતા ભરત ખીમજીભાઇ કોળી સામે પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ આરોપી ભરત ફરીયાદીના ઘરેથી અગાઉ બેથી ત્રણ વખત ઘઉં ખાવા માટે લઇ ગયેલ અને ફરી વાર ભરત ઘઉં લેવા આવતા ના પાડતા ભરતે ઉશ્કેરાઇ જઇ વૃધ્ધ ભુપતગીરી ઉપર લોખંડના પાઇપથી હુમલો કરી ઇજા કરી હતી અને મારી નાખવાની ધમકી આપી હતી.

આ બનાવ અંગે વૃધ્ધ ભુપતગીરીની ફરીયાદ પરથી પોલીસે ભરત કોળી સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(12:46 pm IST)