Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

હળવદ તાલુકાના ખેડુતો ને રાતા પાણીએ રડાવી રહી છે ડુંગળી

૩૧૦ હેકટરમાં વાવેતર, ૭૭૫૦ ટન ઉત્પાદન થયું પરંતુ ખેડૂતો મફતના ભાવે વહેચવા બન્યા મજબૂર

હળવદ,તા.૨૫ :  ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળી સૌ કોઈને રડાવી રહી છે. ડુંગળી ખાતા સમયે લોકોની આંખોમાં આંસુ વહેવા લાગે છે. જોકે હાલ તો ડુંગળીનું ઉત્પાદન કરતા ખેડૂતોને પણ આ કસ્તૂરી રડાવી રહી છે. કારણ કે એક મણ ડુંગળીના ભાવ તળીયે બેસી ગયા છે. જયારે વેપારીઓ પાસે પણ જૂની ડુંગળીનો સ્ટોક પડ્યો હોવાથી ડુંગળીનું વેચાણ થઈ શકતું નથી જેને કારણે ચોમાસુ સિઝનનુ વાવેતર કરતા ખેડૂતોને હાલ નાણાંની જરૂરીયાત હોય તેવા સમયે જ ડુંગળીનો પાક મફતના ભાવે ખેડૂતો વેચવા મજબૂર બન્યા છેહળવદ તાલુકામા ખેડુતોઓ એ આ સિઝન માં ૩૧૦ હેકટરમાં મોંધા ભાવના બિયારણ ખરીદીને ડુંગળીનુ વાવેતર કર્યુ હતું રાત દિવસ કાળી મજુરી કરી ડુંગળીનો પાક તૈયાર કર્યો જયાં ખેડૂતો એ એક મણદીઠ ૧૩૦ રૂપીયાનો ખર્ચ કર્યો જે એક વિધામા જમીન માં ૨૫ હજાર જેટલો ખર્ચ થાય છે પરંતુ જયારે ડુંગરી વેચાણમા બજારમાં મુકીતો બજારમા ભાવ ૭૦ થી ૮૦ જેટલા જ ભાવ મળતા ખેડુતોનો ખર્ચ પણ નીકળે તેમ નથી હાલતો ખેડુતોઓ પાકના ભાવ સારા આવાની આશા એ ડુંગળી ખેતરમાં જ રાખીછે પણ બીજી તરફ લાંબા સમય સુધી ડંુગળી જો ખેતરમાં રાખવામાં આવેતો પાક બગાડવાની પણ ભીતી સર્જાય રહી છે. વળી પાછા ચોમાસુ સીઝન પણ માથે હોય જેથી મગફળી અને કપાસનું વાવેતર થતું હોય તેવા સમયે ખેડૂતો ને ડુંગળી ઘરે રાખી પણ પોસાય તેમ ન હોય જેથી ડુંગળીનો યોગ્ય ભાવ મળે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.

(12:03 pm IST)