Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

ભાવનગરના ગામડાઓમાં પાણીના પોકાર બાદ તંત્ર જાગ્યું

તરસરા ગામના ખેડૂત વિરૂધ્ધ ફરજમાં રૂકાવટ અને મારી નાખવા અંગેની ફરિયાદ નોંધાઇ

ભાવનગર, તા.૨૫: ભાવનગર જિલ્લાના તળાજા ના અનેક ગામડાઓમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા પાઇપ લાઈનો દ્વારા પાણી પહોંચાડવામાં આવતું નથી.તેવી  ઉઠેલી વ્યાપક ફરિયાદ બાદ તંત્ર એકશન મોડ મા આવ્યૂ છે.અનેક ગામડાઓમાં પાણી ન મળવાના કારણે પાઇપ લાઈનો તોડી નાખવામાં આવે છે.તંત્ર એ હાથ ધરેલ તપાસને લઈ તરસરા ગામના ખેડૂત વિરુદ્ઘ ફરજમા રુકાવટ અને મારી નાખવાની ધમકી આપ્યા ની ફરિયાદ નોંધાઈ છે.

તળાજા પંથકના નેતાઓની દુરંદેશી ના અભાવે આજે પણ અનેક ગામડાઓના લોકો પાણી ની અછત અનુભવી રહ્યા છે.ખેડૂત આજે સિંચાઈ માટે પાણી મળી રહે તેમાટે ખૂનની ધમકી આપી રહ્યા ની પોલીસ દફતરે નોંધાયેલ ફરિયાદ ની મળતી વિગતો અનુસાર પાણી પુરવઠા વિભાગના રોજમદાર કર્મચારી જયુભા ગંભીરસિંહ ગોહિલ સાથી કર્મચારી હર્ષ દવે સાથે તરસરા ગામે હિંમત વેલજી વેગડ ની વાડીએ બપોરે એક વાગે તપાસમા ગયેલ હતા. એખેડૂત હિંમત વેલજી દ્વારા પાઇપ લાઈન તોડી કૂવામાં પાણી નાખતો હોવાની જાણ તંત્ર ને થયેલ.

ખેડૂતે તપાસમાં આવેલ બન્ને કર્મીને વાડી મા પ્રવેશ મામલે ફરજમાં રુકાવટ અને મારી નાખવાની ધમકી આપી હતી.જેને લઈ પોલીસે જયૂભા ગોહિલની હિંમત વેગડ વિરુદ્ઘ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:02 pm IST)