Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

ભાવનગરમાં સહકારી સંસ્થાઓ ક્રેડીટ કો.ઓ. સોસાયટીઓનો આત્મનિર્ભર યોજનામાં જોડાયા નનૈયો!!

આરબીઆઇના નિયમો મુજબ લોન આપી શકાતી નથી : નિયમના ઉલ્લંઘન બદલ બોર્ડ સામે પણ પગલા લેવાય છે જેથી સર્વાનુમતે ન જોડાવાનો નિર્ણય લેવાયો

ભાવનગર તા.રપ : ભાવનગરની જીલ્લા સહકારી બેંક, નાગરીક બેંક તેમજ ક્રેડીક ઓ.ઓ. સોસાયટીઓ આત્મનિર્ભર યોજનામાં જોડાઇ શકે તેમ નથી. લોન આપવાથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નિયમોનું ઉલ્લંઘન થયુ હોય લોન આપવાનુ શકય નહી હોવાનુ જાણવા મળેલ છે.

રૂ.૧ લાખ સુધીની આત્મનિર્ભર યોજનાની લોન ભાવનગરની સહકારી બેંકો અને ક્રેડીટ કો.ઓ. સોસાયટીઓ આપી શકે તેમ નથી. આમ ભાવનગરમાં આ યોજનાનો લાભ મળશે કે કેમ ? તે અંગે ચર્ચા જાગી છે.

ભાવનગર અને બોટાદ જીલ્લા સહકારી બેંક એશો.ની બેઠક ભાવનગરમાં મળી હતી જેમાં ભાવનગર નાગરીક સહકારી બેંક, તળાજા નાગરીક સહકારી બેંક, જીલ્લા સહકારી બેંક, સહિતની સહકારી બેંકો તેમજ ભાવનગર કોમર્શીયલ ક્રેડીટ કો.ઓ.ક્રેડીટ સોસાયટી સહિતની કો.ઓ. સોસાયટીઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

જેમા આત્મનિર્ભર યોજના અંગે ચર્ચા વિચારણા કરી બેઠકના અંતે એવો નિષ્કર્ષ નિકળ્યો હતો કે આરબીઆઇના જે નિયમો છે તેનુ આ પ્રકારે લોન આપવાની ઉલ્લંઘન થાય છે. આવા ઉલ્લંઘન સબબ આરબીઆઇ જે તે બેંક સામે દંડનીય કાર્ય કરી  શકે છે અને બેંકના બોર્ડ સામે પણ પગલા લઇ શકે છે.ભાવ.કોમ.ક્રેડીટ કો.ઓ. સોસાયટીના હિરેન્દ્રસિંહ ગોહિલના જણાવ્યા મુજબ સહકારી બેંક ૧૩ ટકાના દરે અમોને લોન આપે છે. આથી અમો ૮ ટકાના દરે લોન આપીએ તો પોષય નહિ. ઉપરાંત સ્વભંડોળમાંથી લોન આપવાની છે જેથી સભાસદોને પણ અહિત થવાની સંભાવના છે.

(11:59 am IST)