Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

ગોંડલના ૨ યુવાનોએ તૈયાર કરેલ કોરોના યોધ્ધાઓ માટેનું સોશ્યલ મીડીયામાં ધુમ મચાવી

ગોંડલ,તા.૨૫: ભોજરાજપરા રહેતા ઉંમગ ઘોણીયા અને હર્ષ સૂચક બન્નેએ હાલ કોરોના સામે લડતા પોલીસ ડોકટરો મીડીયા કર્મી નેતાઓને વગેરે કોરોના યોધ્ધાઓ માટે સમધુર સંગીત સાથે તૈયાર કરેલ ગીત સોશ્યલ મીડિયામાં ધુમ મચાવી રહેલ છે. અને બન્ને યુવાનો સરાહના થઇ રહી છે.

આ ગીતમાં ઘટના એક અંતરમાં છુપાયેલી સત્યતા પર પ્રકાશ પાડવાનો પ્રયાસ છે, જે ભયજનક છે, અસામાજિક છે પણ સત્ય છે, આ ગીત હાર્શ સૂચક નો આલ્બમ અવતરણ અને શબ્દોનું એક ગીત છે, જે ગરુડ રથ ચેનલમાં જૂન માસમાં રિલીઝ થશે.

ઉમંગ ઘોણીયા ગોંડલ ભોજરાજપરાના રહેવાસી છે જે લેખક, સિંગર ઉપરાંત હાર્મોનિયમ મેલોડીકા તબલા વગેરે જેવા ઘણા સાજો પણ વગાડી શકે છે તેઓ સંગીત ક્ષેત્રે આશરે ૫-૬ વર્ષ થી અભ્યાસ કરી રહ્યા છે. તેમની પ્રેરણાનો સ્ત્રોત તેમના સંગીત ગુરુ રાજુભાઇ ગોસ્વામી (કોલકી વાળા),સાગરભાઈ મેસવાણીયા છે.તેમના પરિવાર માં તેમના મમ્મી પપ્પા અને મોટીબેન છે.તેઓને આ ગીતની રચના તથા ઓડિયો, વિડીયો રેકોર્ડિંગ માટે આશરે ૧ મહિના જેટલો સમય લાગ્યો હતો.

બીજા યુવાન હર્ષ સૂચક ગોંડલના રહેવાસી છે જે પોતે એકટર ડાયરેકટર, વિડીઓએડિટર અને પ્રોફેશનલ ફોટોગ્રાફર છે. હર્ષ સૂચક બી.કોમ ગ્રેજયુએટ છે. જેના પરિવાર માં પોતાના મમ્મી અને નાના બેન છેઙ્ગ

તેમનો પ્રેરણાસ્ત્રોત ટિમ બોર્ટોન , જોની દીપ જેવા કલાકારો ૩ મહિના જેટલો સમય ફળવ્યો છે જેમા હજુ બીજા ૧૨ સોંગ જેટલા જૂનમાં રિલીઝ થશે જે ગુજરાતી સાહિત્યના આધાર પર હશેને સંગીત અતિ આધુનિક હશે અને આ આલબમની ખાસ વાત એ છે કે તેમાં વકતા છે જે પોતાની વાણી વ્યકત કરે છે સંગીત દ્વારા અને આ પ્રકારનો ઉપયોગ ગુજરાતી સંગીત ક્ષેત્રે સૌ પ્રથમ વખત થયો છે.

(11:57 am IST)