Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

સુરેન્દ્રનગર શહેર તાલુકામાં મુસ્લિમ સમાજ દ્વારા રમજાન ઇદની સાદગીથી ઉજવણી

વઢવાણ,તા.૨૫ : સુરેન્દ્રનગર શહેરના કોમી એકતાના રાહબર હાજી સૈયદ યુસુફ મીયા બાપુ તેમજ સુરેન્દ્રનગર શહેરના પેશ ઈમામ હાજી હનીફ બાપુ દ્વારા મુસ્લિમ બિરાદરોને માહે રમજાન ઈદના તહેવાર નિમિત્તે ઘરમાં રહી અને ઈદની ઉજવણી કરવા માટે અપીલ કરવામાં આવેલ હતી જે મુજબ મુસ્લિમ સમાજ દ્વારા આ નિર્ણયને આવકારીએ અને રમજાન ઈદની ઉજવણી કરવામાં આવી. હાજી સૈયદ યુસુફ મીયા બાપુના નિવાસ્થાને મુસ્લિમ બિરાદરો તેમજ તેમના મુળી દો દ્વારા ઈદની મુબારકબાદી પાઠવવામાં આવેલ હતી

આજે સુરેન્દ્રનગર જિલ્લાના અને તેના તાલુકાના જેવા કે ધાંગધ્રા પાટડી દસાડા જેનાબાદ તેમજ લીંબડી લખતર ચુડા તેમજ વઢવાણ ખાતે આજે સાદા એ પૂર્વક રમજાન ઈદની ઉજવણી કરવામાં આવી છે ત્યારે આજે વર્ષો બાદ આજે કોરોનાવાયરસ ને લઈ અને રમજાન ઈદની નમાજ પોતાના ઘરે અદા કરવામાં આવેલ હતી

 આજે ઈતિહાસના પ્રથમ વખત આવી ઘટના બની હોવાનું પણ કોમી એકતાના રાહબર એવા હાજી સૈયદ યુસુફ મીયા બાપુ દ્વારા જણાવવામાં આવ્યું હતું ત્યારે સુરેન્દ્રનગર શહેરના ટાવર ચોકમાં આવેલા યુસુફ મીયા બાપુના નિવાસ્થાને હિન્દુ મુસ્લિમ સમાજના જન્નત સમુદાય દ્વારા હાથથી નહીં પણ દિલથી ઈદ મુબારક પાઠવવામાં આવેલ હતા આજે મુસ્લિમ બિરાદરો દ્વારા સંપૂર્ણ રીતે સાદાઈ પૂર્વક રમજાન ઈદની ઉજવણી કરી અને એકબીજાને હળી મળી અને ભાઈચારાની ભાવના સાથે રમજાન ઈદની ઉજવણી જિલ્લા અને તાલુકા મથકોએ કરવામાં આવી છે ત્યારે તમામ મુસ્લિમ બિરાદરોને હાજી હનીફ બાપુ દ્વારા તેમજ કોમી એકતાના રાહબર હાજી સૈયદ યુસુફ મીયા બાપુ દ્વારા તેમજ હાજી ઈરફાન બાપુ નુરુદ્દીન બાપુ તેમજ ગુડિયા માં હાજાણી રોશન માં સહિતના પરિવારજનો દ્વારા આજે તમામ મુસ્લિમ બિરાદરોને ઇદની મુબારકબાદી પાઠવવામાં આવી છે

સુરેન્દ્રનગર શહેરના દુધરેજ નગરપાલિકાના પ્રમુખશ્રી બિપિનકુમાર ટોલિયા તથા જિલ્લા કલેકટર કે રાજેશ દ્વારા તમામ મુસ્લિમ બિરાદરોને આજના પવિત્ર રમઝાન માસ નિમિત્તે રમજાન ઈદમાં તમામ મુસ્લિમ બિરાદરોને ઈદની મુબારકબાદી પાઠવવામાં આવેલ હતી.

ખેડૂત આગેવાન મોહનભાઈ પટેલ ,સુરેન્દ્રનગર વઢવાણના પૂર્વ ધારાસભ્ય ધનરાજ કેલ્લા અને તેમના પરિવાર દ્વારા સમગ્ર મુસ્લિમ બિરાદરોને રમજાન ઈદની મુબારકબાદી પાઠવવામાં આવેલ હતી.

(11:51 am IST)