Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

માણાવદરના કોયલાણની વાડીમાં ચાલતા જુગાર અડ્ડાનો પર્દાફાશઃ આઠ ઝબ્બે

રોકડ અને કાર સહિત રૂ. ૧.ર૬ લાખનો મુદ્દામાલ કબ્જે

જુનાગઢ તા.રપ : માણાવદર તાલુકાના કોયલાણા ગામનો ખીમણાંદ અરજીણભાઇ સોલંકી તેની વાડીના મકાનમાં જુગાર રમાડતો હોવાની બાતમી મળતા પી.એસ.આઇ.પ્રકાશ ધોકડીયા તથા કોન્સટેબલ નિલેશભાઇ વગેરેએ મોડી રાત્રે દરોડો પાડયો હતો.

આ કાર્યવાહીમાં પોલીસે વાડી માલીક ખીમાણંદ સોલંકી તેમજ જગમાલ વજસીભાઇ સોલંકી (કોયલાણા), હમીર રામભાઇ ગલ નાની ઘંસાના પરબત ગોવિંદભાઇ પીડીયા (બામણસા), મોહન ભીમભાઇ ફટાણીયા (નાની ધંસાની) પરબત અમરાભાઇ ભારાઇ (પીપલાણા) કમલેશ ખીમાભાઇ શામળા (અરોડ) અને કરશનભાઇ વીરાભાઇ શામળા (સરોડ) સહિત આઠ જણાને રૂ.પ૧,૧૩૦ ની રોકડ સાથે જુગાર રમતા પકડી પાડયા હતા.

પોલીસે જુગારીઓ પાસેથી રોકડ ઉપરાંત રૂ.૪પ૦૦ ના આઠ મોબાઇલ, ૧ બાઇક તેમજ રૂ.૬૦ હજારની કિંમતની ટ્રાવરા કાર સહિત કુલ રૂ.૧.ર૬ લાખનો મુદામાલ કર્યો હતો. આ શખ્સો સામે જુગારધારા મુજબ તેમજ જાહેરનામા ભંગની પણ કાર્યવાહી કરવામાં આવી હતી.

(11:49 am IST)