Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

જામજોધપુર શ્રી રોકડીયા હનુમાનજી મંદિર દ્વારા લોકડાઉનમાં સેવાકાર્યનો ધમધમાટઃ કાલે પૂ. લખુદાદાનો જન્મદિન

ઝૂપડપટ્ટીમાં રહેતા લોકો, સાધુ સંતોને બન્ને ટાઇમ ભોજનઃ અત્યાર સુધીમાં ૧૪ હજારથી વધુ લોકોને લાભ

રાજકોટ,તા.૨૫: જામજોધપુરમાં રેલવે સ્ટેશન પાસે આવેલ શ્રી રોકડીયા હનુમાન ભકત મંડળ સંચાલિત અન્નક્ષેત્ર છેલ્લા ૨૨ વર્ષથી કાર્યરત છે.

તારીખ ૨૫ માર્ચથી સરકાર દ્વારા લોકડાઉન લાગુ કરવામાં આવેલ ત્યારથી આજ સુધીમાં ભૂખ્યા જનોને જઠારાગ્નિ સંતોષવા માટે દિવસ-રાત જોયા વગર શ્રી રોકડીયા ભકત મંડળ તેમજ શ્રી જલારામ ગ્રુપ ની મદદથી ગુરુવર્ય લખુ દાદા પાબારીની પ્રેરણાથી દરરોજ એક ટાઈમ બપોરે ૨૫૦ થી ૩૦૦ ફુડ પેકેટ બનાવી ઝૂપડપટ્ટીમા રહેતા લોકો, જરૂરિયાત મંદ, તથા સાધુ સંતો ને ગરમાગરમ રસોઈ બનાવી મિષ્ટાન્ન સહિત બધા ને જમાડી સંતોષનો શ્વાસ ભકત મંડળે લીધો હતો.

અત્યાર સુધીમાં ૧૪,૦૦૦થી વધુ વ્યકિતઓને ભોજન પ્રસાદનો લાભ લીધેલ છે. હાલમાંઙ્ગ આ અન્નક્ષેત્ર સાધુ સંતો તેમજ નિરાધાર લોકો માટે ચાલુ જ છે.

આ કાર્યમાં દેશ વિદેશ તથા અન્ય દાતાશ્રીઓ દ્વારા પણ સહાય મળેલ દરરોજ ગરમ ગરમ દાળઙ્ગ ભાત રોટલી, શાક, છાશ, મિષ્ટાન તથા ફરસાણના ફૂટ પેકેટ સ્વયંસેવકો દ્વારા બનાવવામાં આવે છે.

જેમાં નિકેશભાઇ પાબારીની દેખરેખ હેઠળ સ્વયંસેવકોમા ડાડાભાઈ ગઢવી ઉપપ્રમુખ નગરપાલિકા ઉપમહંત રાજેંદ્રગીરી ગોસ્વામી, ચંદુભાઈ રાજાણી, વિપુલભાઈ હિંડોચા, ડીકે કાંજિયા, જમનભાઈ સીણોજીયા, મોહનભાઇ ડાભી, સુરેશભાઈ રાજાણી પિયુષભાઈ તન્ના, આનંદભાઈ તન્ના, આનંદ લાખાણી, કિશનભાઇ લાખાણી ભરતભાઈ રાજાણી રસિકભાઈ રાજાણી ભરતભાઈ ગણાત્રા જીગ્નેશભાઈ ગણાત્રા,જયેશ ઠકરાર, વિજયભાઈ, મિતેશભાઈ, સંજયભાઈ કંદોઈ, ધવલ પાબારી, દીપક રાજાણી, ગોપાલ મજીઠીયા, મોનીલ પાબારી,જગુભાઈ જાદવ, નીલેશ તાજપરા, રાજાભાઇ ગઢવી, જોધાભાઈ ગઢવી, સંજયભાઈ અસાણી સાગર મજેઠીયા,ઋતિક સવજાણી, મહેશ ભાઈ ચિત્રોડા, કમલેશભાઈ ગઢવી રિક્ષાવાળા રમેશભાઈ સવજાણી, આ સિવાય ટ્રસ્ટીઓમાં શ્રી કાંતિભાઈ સવજાણી,સી એમ વાછાણી, નરેન્દ્રભાઈ કડીવાર, રસિકભાઇ પાબારી, જેન્તીભાઈ સાપરીયા, ભુપતભાઈ બાણુંગારીયા, પ્રવીણભાઈ સીણોજીયા પણ આ કાર્યમાં સેવારૂપ બન્યા હતા.

લોકડાઉનનું સંપુર્ણઙ્ગ પાલન થાય તે માટે શ્રી મામલતદાર સાહેબ શ્રી કાછડ સાહેબ તથા પોલીસ ઇન્સ્પેકટર શ્રી આર.બી પ્રજાપતિ મેડમ નું સતત માર્ગદર્શન મળે અને ભકત મંડળના આ કાર્યને બિરદાવેલ હતું.આ કાર્યમાં જેને તન-મન-ધનથી સહકાર આપ્યો તેમને ગુરૂવર્ય લખું દાદા પાબારી એ આશીર્વાદ પાઠવેલ.

આ મંદિર લોકોની આસ્થાનું પ્રતિક છે મંદિરના પરિસરમાં શ્રી રામેશ્વર મહાદેવ શ્રીશીતળા માતાજીની દર્સનીય મૂર્તિઓ બિરાજમાન છે.

શ્રી રોકડીયા મંદિરના ગુરુવર્ય લખુ દાદાનો  કાલે તા.૨૬-૦૫-૨૦૨૦ મંગળવારના રોજ ૭૯ મો જન્મદિવસ (મો- ૯૪૨૭૨ ૮૪૫૬૧) ઉપર શુભેચ્છા વર્ષા  થશે.

(11:47 am IST)