Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

પ૦૦થી વધુ ખેત મજૂરોને 'મનરેગા' હેઠળ રોજગારી

જસદણના પોલારપર ગામમાં તળાવ ઉંડુ કરવાનું કામઃ શ્રમિકોમાં સંતોષના વહેણ

સ્થળ પર શ્રમિકો સાથે સંવેદનાપૂર્ણ સંવાદ કરતા ડી.ડી.ઓ.

રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અનિલકુમાર રાણાવસિયાએ જસદણ તાલુકાના પોલારપર ગામમાં તળાવના કામની મુલાકાત લઇને શ્રમિકો સાથે સંવાદ કરેલ તે પ્રસંગની તસ્વીર.

રાજકોટ તા. ર૪: ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારનો મુખ્ય વ્યવસાય ખેતી છે. સાથે અહીં ઉદ્યોગો પણ ખેતી આધારીત છે.

ખેતી અને ઉદ્યોગો માટે મુખ્ય ચાલક બળ જો કોઇ હોય તો તે છે, પાણી આ પાણીનો વધુ ને વધુ સંગ્રહ થાય ખેતી સાથે ઉદ્યોગોને પણ પુરતું પાણી મળી રહે તે માટે જળસંચય એક માત્ર અને મહત્વનો વિકલ્પ છે. બીજી બાજુ હાલમાં કોરોના મહામારીને કારણે રોજગારીની સમસ્યા ઉભી થઇ છે. તેવા સમયે ગ્રામિણ અર્થતંત્રને ધબકતું રાખવા સાથે જળસંગ્રહના કામો થાય તે માટે સરકારે મનરેગાના કામો શરૂ કરાવી એક સાથે બે સમસ્યાનો ઉકેલ આવ્યો છે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ પાણીની સમસ્યાને ભુતકાળ બનાવવાના સંકલ્પ સાથે સુજલામ સુફલામ જળસંચય અભિયાન શરૂ કરાવેલું જેના ત્રીજા ચરણમાં આ વર્ષે ૧૦મી જુન સુધી ચલાનારા અભિયાન અંતર્ગત રાજયના ગ્રામીણ ક્ષેત્રોમાં ૩૪૬૩ ગ્રામ પંચાયતોએ ૧૮,૮ર૪ કામો મનરેગા અંતર્ગત હાથ ધર્યા છે જે અન્વયે ૩ લાખ ૪ હજાર ૭પ૬ ગ્રામીણ રોજગારી દ્વારા આર્થિક આધાર મેળવતા થયા છે.

રાજકોટ જિલ્લામાં જસદણ તાલુકાના પોલારપર ગામે મનરેગા હેઠળ ચાલતા બસ સ્ટેશન નજીક તળાવ ઉંડુ કરવાના કામ અન્વયે છેલ્લા એક સપ્તાહથી પ૦૦ થી વધુ મજુરો રોજી મેળવી રહ્યા છે. ગ્રામિણ નબળા વર્ગના લોકોને સરકારી યોજના અન્વયે અનેક સહાય અપાઇ રહી છે પણ આખી જિંદગી ખેતી અને ખેતી સંલગ્ન વ્યવસાય સાથે જોડાયેલા સ્વાભિમાની નાના ખેડૂતો અને ખેતમજૂરોની મનોસ્થિતિ અતી સંવેદનશીલ હોય છે.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનીલ રાણાવાસીયા ગ્રામિણ ખેતમજુરોની આ સંવેદનાને શાતા આપવા રૂબરૂ મનરેગાના ચાલી રહેલા કામના સ્થળોની મુલાકાત લીધી હતી. તેઓએ ગામડના સ્વાભામાની શ્રમિકો સાથે આત્મીયતા કેળવી તેમની જરૂરીયાત, તેઓને મળતી સુવિધાઓ અને પારીશ્રમિક વિશે વિગતે માહિતી મેળવી હતી. તેઓએ આ પ્રસંગે ખાસ શ્રમીકોને કોરોના સંદર્ભે મજાગૃતિ કેળવવા અને સલામત અંતર જાળવવા તથા વારંવાર સાબુથી હાથ ધોવા સાથે કુટુંબના વડીલો, નાના બાળકો અને સગર્ભા માતાઓની વિશેષ કાળજી લેવા બાબતે માર્ગદર્શન આપ્યું હતું.

શ્રી રાણાવસીયાએ મનરેગા યોજના અંતર્ગત જિલ્લામાં ચાલી રહેલ કામગીરી વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે હાલ આ યોજના અંતર્ગત ૯૦ થી વધારે ગામોમાં ચાલી રહ્યા છે. જેમાં ૧ર હજારથી વધુ શ્રમિકો રોજગારી મેળવી રહ્યા છે. અહીં આવતા તમામ શ્રમિકોને નવા દરો રૂ. ર૪૦ લેખે પારીશ્રમિક તેઓના બેંકના ખાતામાં જમા કરવામાં આવે છે. એટલું જ નહીં રોજગારની માંગણી કરનાર દરેકને રોજગાર મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે. પોલારપર ગામે રૂ. ૪ લાખ ૭ર હજારથી વધુની રકમના ચાલે રહેલા ચેક ડેમ ઉંડા કરવાના કામ દ્વારા ર૯૭૦૦ ઘનમીટર માટી ખોદવામાં આવશે અને ર૧૦૦ થી માનવદીન રોજગારી આપવામાં આવશે.

આમ સમગ્ર રીતે જોઇએ તો મનરેગા અંતર્ગત ચાલી રહેલા સુજલામ સુફલામ જળસંચયના કામોએ સ્વાભાભિમાની ગ્રામિણ શ્રમિકો માટે સ્વાશ્રય સમાન જયારે જળસંચય બાબતે ગ્રામ્ય લોકોના સ્વહસ્તે ગ્રામીણ વિકાસ પુરવાર થઇ રહી છે.

(સંકલનઃ  રશ્મિન યાજ્ઞિક, માહીતી બ્યુરો, રાજકોટ)

(11:45 am IST)