Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

જેતપુરના કોન્ટ્રાકટરને ભાગીદારે આપેલ ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા

રૂ.૩૧.પ૩ લાખનું વળતર ચૂકવવા પણ કોર્ટનો આદેશ

 

જેતપુર, તા. રપ : જેતપુરના કોન્ટ્રાકટરને ભુજના ભાગીદારે આપેલ ચેક રીટર્નના કેસમાં આરોપીને બે વર્ષની કેદ અને ૩૧.પ૩ લાખના વળતરનો હુકમ કોર્ટે કરેલ હતો.

શહેરમાં કન્ટ્રકશનનું કામ કરતા ગોપી કન્ટ્રકશનના માલીક ધીરૂભાઇ ભોવાનભાઇ પટેલ કે જેઓએ ભુજ ખાતે રહેતા સુરેન્દ્રસિંહને રૂપિયાની જરૂર પડતા ધીરૂભાઇએ અલગ અલગ તારીખે રૂપિયા ૧પ,૭૬,પ૬૬ આપેલ જે પરત ચૂકવવા સુરેન્દ્રસિંહે તા. ૩-૯-ર૦૦પનો ચેક આપેલ જે ચેક ધીરૂભાઇએ પોતાના ખાતામાં ભરતા  દેના બેંક તરફથી પૂરતું ભંડોળ ન હોવાના શેરા સાથે ચેક રીટર્ન કરેલ.  આ રૂપિયા લેવા માટે ધીરૂભાઇએ માગણી કરેલ, પરંતુ રૂપિયા નહીં આપતા ધીરૂભાઇએ જેતપુરની કોર્ટમાં કેસ દાખલ કરેલ જે કેસ ગઇકાલે જેતપુરની કોર્ટમાં ચાલી જતા ફરીયાદી પક્ષે શાસ્ત્રી આર.આર. ત્રિવેદી, ભાવેશ ત્રિવેદી, પારૂલ સિંધવડ, જે.જી. વાઘેલાએ દલીલ કરી લેણા પેટે આપેલ ચેકમાં આરોપીએ પોતે સાઇન કરી હોવાનું કબુલ કરતા એડીશનલ ચીફ જયુડી મેજી.શ્રી પી.એન. ગૌસ્વામીએ આરોપી સુરેન્દ્રસિંહને બે વર્ષની કેદ અને ચેકની રકમની ડબલ રકમ રૂ. ૩૧,પ૩,૭૩રનું વળતર ચૂકવવા હુકમ કરેલ હતો

(3:37 pm IST)