Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

કાલે વિસાવદરમાં સમસ્ત તાલુકાના તમામ જ્ઞાતિ સમાજો સહિત ૧૩૦ થી વધુ સંસ્થાઓ દ્વારા ભારતીય સાધુ સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ પુ. મુકતાનંદબાપુનો સન્માન સમારોહ

પૂ.બાપુ સાથે સંતો-મહંતોની શોભાયાત્રા હાથીની અંબાડી પ બગીઓ સાથે નિકળશે સમગ્ર બજારોને ધજા-પતાકાથી શણગારવામાં આવીઃ દિવાળી જેવો માહોલ

જુનાગઢ તા. રપ :.. ચાંપરડા બ્રહ્મનંદધામનાં સંસ્થાપક અને તાજેતરમાં પ્રયાગરાજ કુંભ મેળામાં ભારતીય સાધુ સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પૂ. મુકતાનંદબાપુની વરણી થતા સમસ્ત વિસાવદર તાલુકાની જનતા તમામ જ્ઞાતિ સમાજો ગ્રામ પંચાયતો શૈક્ષણીક સંસ્થાઓ એનજીઓ સેવાભાવી સંસ્થા વિસાવદર તાલુકા પત્રકાર સંઘ સહિત ૧૩૦ જેટલી સંસ્થાઓ દ્વારા આવતીકાલે તા. ર૬ મે ને રવિવારના રોજ સાંજે ૭ કલાકે શાયોના પેટ્રોલ પંપ સામે માંડાવડ રોડ વિસાવદર ખાતે પૂ. મુકતાનંદબાપુ ના સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં સાંજે પ કલાકે વિસાવદરની મુખ્ય બજારમાંથી શોભાયાત્રા નિકળશે જેમાં પૂ. મુકતાનંદબાપુ હાથીની અંબાડીપર બિરાજશે તેમજ પ જેટલી શણગારેલ બગીઓમાં દ્વારકાપીઠના પૂ. દંડી સ્વામી ધુનડાના, પૂ. જેન્તીરામબાપા મહામંડલેશ્વર, પૂ. ભારતીબાપુ, પુ. શેરનાથબાપુ ચલાળાથી પૂ. વલકુબાપુ સતાધારના લઘુ મહંત, પૂ. વિજયબાપુ, મેઘાનંદબાપુ અને વિસાવદર તાલુકામાં આવેલ. આશ્રમના સંતો-મહંતો  જોડાશે. અને સન્માન સમારોહના સ્થળે આવશે અને સાંજે ૭ કલાકે પૂ. મુકતાનંદબાપુનો સન્માન સમારોહ યોજાશે જેમાં વિવિધ સંસ્થાઓ પૂ.બાપુ ને ભાવવંદના કરી ફુલડે વધાવશે તેમજ ફુલહાર અને સાલ ઓઢાડી સન્માનીત કરશે. આ કાર્યક્રમને લઇ વિસાવદરની મુખ્ય બજારોને ધજા પતાકાથી શણગાર સજવામાં આવ્યો છે. અને દિવાળી નુતન વર્ષ ઉજવાલુ હોય તેવો માહોલ જનતામાં ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છેકે પૂ. મુકતાનંદબાપુ દ્વારા વિસાવદર તાલુકાની અસંખ્ય પ્રાથમિક શાળા આનંદ ધારા પ્રોજેકટ હેઠળ દતક લઇ ગામો ગામ શાળાઓનું નવનીકરણ કરવામાં આવ્યું છે. તેમજ વિદ્યાર્થીઓને અભ્યાસમાં ઉપયોગી કીટો પણ અર્પણ કરવામાં આવે છે.  તેમજ સંસ્થામાં મા-બાપ પિતાના ગરીબ અનાથ બાળકોને પ્રાથમિક થી લઇ કોલેજ સુધીનું શિક્ષણ ફ્રી આપવામાં આવી રહ્યું છે.

તેમજ વૃધ્ધાશ્રમમાં ૧૦૦ જેટલા વૃધ્ધોને પરિવારની જેમ દેખભાળ રાખી સતત આનંદીત રાખવામાં આવે છે. તદ ઉપરાંત પૂ. બાપુ દ્વારા જય અંબે હોસ્પીટલ નામની મલ્ટી સ્પેશીયાલીસ્ટ તમામ દર્દોના નામાંકિત ડીગ્રી ધરાવતા ડોકટરો દ્વારા અમદાવાદ - રાજકોટમાં મળતી સારવાર ઓપરેશનો દવાઓ પણ વિનામુલ્યે આપવામાં આવી રહ્યા છે. તેમજ દર્દીની સાથે આવનાર સગા- સંબંધીઓને પણ રહેવા જમવાનીમફત સુવિધા પૂ. મુકતાનંદબાપુ દ્વારા આપવામાં આવે છે.

હાલમાં પૂ. બાપુની ભારત સાધુ સમાજના પ્રમુખ તરીકે વરણી થતા તેઓ સમગ્ર દેશમાં સાધુ - સંતોની મળી આશ્રમો ધમાલયો માં જઇ લોકોને ધર્મપ્રત્યે શ્રધ્ધા વધેતે માટે સતત પ્રવાસ કરી રહ્યા છે અને સાથોસાથ સોરઠમાં આ સેવાયજ્ઞ પણ પોતે કરી રહ્યા છે. (પ-૩૭)

(3:35 pm IST)
  • આજે ૮ વાગ્યે મોદી સરકાર રચવાનો દાવો કરશે : નવી દિલ્હી : દિલ્હીમાં રાજકીય ધમધમાટ : એનડીએના નેતાઓ દિલ્હીમાં : ૭ વાગ્યે બધા રાષ્ટ્રપતિને મળશે : ૮ વાગ્યે મોદી સરકાર બનાવવાનો દાવો રજુ કરશે : આજે બપોર બાદ ભાજપ સંસદીય પક્ષ તથા બાદમાં એનડીએની બેઠક : મોદીને નેતા તરીકે જાહેર કરાશે access_time 3:29 pm IST

  • સુરત મૃત્યુ આંક.21 થયો :21 બાળકોની લાશો આગમાં ભડથું: પીએમ મોદી આવતીકાલે સુરતની મુલાકાત લે તેવી અટકણો તેજ સમગ્ર રાજ્ય સાથે દેશભરમાં હચમચાવનારી બની છે ઘટના access_time 12:55 am IST

  • બપોરે ૩ વાગ્યાથી ભારતનો ન્યુઝીલેન્ડ વિરૂધ્ધ વોર્મ અપ મેચઃ બન્ને ટીમો વારંવાર એક બીજા સામે ટકરાતી ન હોય પ્રેકટીસ મેચ મહત્વનો બનશે access_time 11:33 am IST