Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

ખંભાળીયા : સિમેન્ટનું ટેન્કર પલટી ખાતા સળગી ઉઠયું

ખંભાળીયા, તા. રપ : પોરબંદર રોડથી ગત રાત્રિના ઠાકર શેરડી ગામ પાસે પોરબંદર તરફથી આવતું સિમેન્ટનું લીકવીડ ટેન્કર પુલ સાથે અથડાતા નીચે પડી ગયું હતું તથા ધડાકા સાથે નીચે પડને સળગવા લાગતા લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા.

બનાવ અંગે ખંભાળીયા પાલિકા ફાયર ફાઇટર વિભાગને જાણ કરાતા મહેન્દ્રભાઇ ચોપડા તથા હરજુગ ઢવી વિ. ફાયટર સાથે પહોંચી ગયા હતા તથા આગ કાબુમાં લીધી હતી તથા ૧૦૮ની મદદથી ચાલક ઇજાગ્રસ્ત હોય તેને ખંભાળીયા તથા ત્યાંથી વધુ સારવાર માટે જામનગર ખસેડાયો હતો.

(1:21 pm IST)