Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

વીરપુરમાં કાલે સાતમો સર્વજ્ઞાતીય સમુહ લગ્નોત્સવ

શ્રી જલારામ રઘુવંશી ટ્રસ્ટ દ્વારા યોજાનાર આ સમુહ લગ્નમાં ર૦ નવદંપતીઓ પ્રભુતામાં પગલા માંડશેઃ કાલે ભાતીગળ લગ્નગીત તથા આજે રાત્રે સંગીત સંધ્યા

વીરપુર, તા., ૨૫: અત્રેના શ્રી જલારામ રઘુવંશી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આવતીકાલે સાતમો સર્વજ્ઞાતિય સમુહલગ્ન યોજાનાર છે.

આવતીકાલે તા.ર૬ને રવિવારે યોજાનાર આ સમુહલગ્નોત્સવમાં ર૦ નવ દંપતીઓ પ્રભુતામાં પગલા માંડશે.

વીરપુર સમાધી પાસે સ્વામીનારાયણ ગુરૂકુળ સામે આવેલ કે.એમ.જી.એલ. ફાર્મ હાઉસ ખાતે આ સમુહલગ્ન યોજાશે. જેની પુર્વ સંધ્યાએ એટલે કે આજે તા.રપને શનિવારે રાત્રે ૯.૩૦ વાગ્યે સંગીત સંધ્યા યોજાશે. તથા આવતીકાલે સવારે ૮.૩૦ વાગ્યે મંડપ મુહુર્ત, સાંજે ૪ વાગ્યે જાન આગમન, પ વાગ્યે સામૈયા, ૭ વાગ્યે હસ્તમેળાપ બાદ રાત્રે ૮ વાગ્યાથી ભોજન સમારોહ તથા લગ્ન દરમિયાન ભાતીગળ લગ્ન ગીત સહીતનાં આયોજનો છે.

(1:23 pm IST)
  • સુરતના અગ્નિકાંડ :બિલ્ડરને પકડવા સુરત પોલીસે ૮ ટીમ કામે લગાડી:સુરત અગ્નિકાંડ : મકાન માલિક બિલ્ડરને ઝડપી લેવા સુરત ક્રાઈમ બ્રાન્ચે ૮ ટીમ બનાવી.છે ;ટ્યુશન સંચાલક બુટાણીને ઝડપી લેવાયો છે access_time 8:57 pm IST

  • રાજકોટમાં એનએસયુઆઈ દ્વારા મોદી સ્કુલને તાળાબંધી કરાઈ : ગેરકાયદે બાંધકામનો કર્યો વિરોધ : તંત્ર દ્વારા કાર્યવાહી નહિં કરાયાના આક્ષેપ સાથે કાર્યકરોએ સ્કુલમાં રામધૂન બોલાવી access_time 6:24 pm IST

  • આજે ૮ વાગ્યે મોદી સરકાર રચવાનો દાવો કરશે : નવી દિલ્હી : દિલ્હીમાં રાજકીય ધમધમાટ : એનડીએના નેતાઓ દિલ્હીમાં : ૭ વાગ્યે બધા રાષ્ટ્રપતિને મળશે : ૮ વાગ્યે મોદી સરકાર બનાવવાનો દાવો રજુ કરશે : આજે બપોર બાદ ભાજપ સંસદીય પક્ષ તથા બાદમાં એનડીએની બેઠક : મોદીને નેતા તરીકે જાહેર કરાશે access_time 3:29 pm IST