Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

જામનગરમાં ગુન્હા આચરતી સશસ્ત્ર ગેંગ ઝબ્બે

જામનગર, તા. ૨૫ :. જામનગરના પોલીસ અધિક્ષક શરદ સિંઘલે સક્રિય ગેંગની ગંભીરતાને ધ્યાને લઈ સતર્કતા દાખવી જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના પો. ઈન્સ. આર.એ. ડોડીયાને સૂચના કરી જરૂરી માર્ગદર્શન આપી આ ગેંગને ત્વરીત પકડી પાડવા સૂચના કરેલ હતી.

જેથી એલ.સી.બી. પોલીસ ટીમના પો.સ.ઈ. આર.બી. ગોજીયા તથા કે.કે. ગોહીલ તથા સ્ટાફના માણસો જામનગર શહેર તથા કોસ્ટલ વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા, દરમ્યાન માધાપર ચોકડી પાસે આવતા એલ.સી.બી. સ્ટાફના ભગીરથસિંહ સરવૈયા તથા હરદીપભાઈ ધાધલ તથા અજયસિંહ ઝાલાને બાતમી મળેલ કે અગાઉ ખૂન, ખૂનની કોશીષ, લૂંટ, મારામારીના ગુન્હામાં પકડાયેલ હિતેશ કોળી તથા રામ મોઢવાડીયા મેરએ એક ગેંગ બનાવેલ છે. જે ગેંગના માણસો તેઓની સાથે લોખંડના પાઈપ, લોખંડની છરી, તલવાર જેવા જીવલેણ હથીયારો સાથે ઈન્ડીકા કાર નં. જીજે ૧૦ યુ ૯૫૮૪ની રાખી બેડી નવાબંદર રોડ ઉપર શ્રીજી વે બ્રીજ પાસે એકઠા થઈ રોડ ઉપર પસાર થતા વાહનો તથા માણસોને રોકી મારી ધાડ પાડવાની તૈયારી કરે છે. તેવી બાતમી મળતા રેઈડ કરી, નીચે મુજબના પાંચ ઈસમોને ઘાતક જીવલેણ હથીયારો, ફોર વ્હીલ કાર સાથે પકડી પાડી જેના વિરૂદ્ધ પો.સ.ઈ. આર.બી. ગોજીયાએ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

(૧) હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઈ બાંભણીયા રહે. નાગેશ્વર કોલોની ગરબી ચોક, (૨) હિતેશ ઉર્ફે ટકો મનસુખભાઈ ડોણસીયા રહે. ઢીચડા, સેનાનગર, (૩) રામ ઉર્ફે રામકો જીવાભાઈ મોઢવાડીયા રહે. નાધેડી, (૪) કુલદિપસિંહ ઉર્ફે લાલો નટુભા પરમાર રહે. સરમત પાટીયા, (૫) રાહુલ મનસુખભાઈ ડોણાસીયા રહે. ઢીચડામાંથી મુખ્ય સૂત્રધાર હિતેશ ઉર્ફે વાંગો જે અલગ અલગ પો. સ્ટે.માં ખૂન, ખૂનની કોશિષ, મારા મારી તેમજ રામ ઉર્ફે રામકો મેર જે અલગ અલગ પો.સ્ટે.માં મારામારી તેમજ પ્રોહીબીશનના ગુન્હાઓમાં પકડાયેલ છે.

મજકુર આરોપીઓ પૈકીના આરોપીઓએ આઠેક દિવસ પહેલા ધુવાવ હાઉસીંગ બોર્ડ પાસે, ફરીયાદી શ્રી ભગીરથસિંહ દિલીપસિંહ ઝાલાને માર મારી અપહરણના ગુનામાં ફરારી છે. તેમજ આરોપી હિતેશ ઉર્ફે વાંગો જે ખૂનના ગુનામાં પેરોલ ઉપર છૂટયા બાદ પેરોલ જમ્પ કરી ફરાર રહેલ હતો.

આ કાર્યવાહી એલ.સી.બી. સ્ટાફના જયુભા ઝાલા, સંજયસિંહ વાળા, બસીરભાઈ મલેક, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, હીરેનભાઈ વરણવા, દિલીપ તલવાડીયા, ફીરોજભાઈ દલ, ખીમાભાઈ ભોચીયા, લાભુભાઈ ગઢવી, વનરાજભાઈ મકવાણા, નિર્મળસિંહ બી. જાડેજા, શરદભાઈ પરમાર, પ્રતાપભાઈ ખાચર, અજયસિંહ ઝાલા, મિતેશભાઈ પટેલ, નિર્મળસિંહ જાડેજા, બળવંતસિંહ પરમાર, સુરેશભાઈ માલકીયા, દિનેશભાઈ ગોહીલ, લક્ષ્મણભાઈ ભાટીયા, ભારતીબેન ડાંગર, એ.બી. જાડેજા તથા અરવિંદગીરી વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(1:23 pm IST)