Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

મુંબઇ સોનાની દાણચોરીના કેસમાં જામનગરના જારીયાને કોફે પાસા વોરંટ

જામનગર તા. રપ :.. આજથી બે માસ પહેલા મુંબઇ ડી. આર. આઇ. એ મુંબઇમાં આશરે ર૦૦ કિલો સોના સાથે (૧) નિશાર આલીયાશ રહે. કોચીન રાજય -કેરાલા (ર) ચેતન પરસોતમ સોજીત્રા રહે. જામનગર (૩) કલ્પેશ અશોક નંઢા સોની રહે. હરીયા કોલેજ પાસે જામનગર વાળાને પકડેલ તેમજ વિમલભાઇ મોહનભાઇ નારીયા રહે. રણજીતનગર જામનગર વાળાના નામ ખુલવા પામેલ હતું.

દિલ્હી ડી. આર. આઇ. સેલ તરફથી વિમલભાઇનું કાફે પાસા વોરંટ ઇસ્યુ કરવામાં આવેલ જે વોરંટની ત્વરીત બજવણી કરવા માટે પોલીસ અધિક્ષક શરદ સિંધલાનાઓએ એલ. સી. બી. પોલીસ ઇન્સ. આર. એ. ડોડીયાને સુચના કરેલ હોય, જેથી વિમલભાઇ ને કાફે પાસા વોરંટની બજવણી કરી મુંબઇ આર્થર રોડ જેલમાં મોકલી આપવા તજવીજ કરવામાં આવેલ છે. આ કાર્યવાહી પો.સ.ઇ. કે. કે. ગોહીલ, આર. બી. ગોજીયા તથા એલ. સી. બી. સ્ટાફના જયુભા ઝાલા, સંજયસિંહ વાળા, બસીરભાઇ મલેક, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, હિરેનભાઇ વરણવા, દિલીપ તલવાડીયા, ફિરોજભાઇ દલ, ખીમાભાઇ ભોચીયા, લાભુભાઇ ગઢવી, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, નિર્મળસિંહ બી. જાડેજા, પ્રતાપભાઇ ખાચર, અજયસિંહ ઝાલા, મીતેશભાઇ પટેલ, નિર્મળસિંહ જાડેજા, બળવંતસિંહ પરમાર, સુરેશભાઇ માલકીયા, દિનેશભાઇ ગોહીલ, લક્ષ્મણભાઇ ભાટીયા, ભારતીબેન ડાંગર, એ. બી. જાડેજા તથા અરવિંદગીરી વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(1:19 pm IST)