Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

સુરેન્દ્રનગરમાં ટયુશન કલાસીસમાં ફાયર સેફટીના સાધનો ન હોય તો બંધ કરવા આદેશ

વઢવાણ, તા.૨૫: ગઈ કાલે સુરત ખાતે આવેલ ખાનગી ટ્યુશન કલાસીસમાં આગ લાગી હતી. જેના પગલે આ ખાનગી ટ્યુશનમાં અભ્યાસ માટે આવેલા બાળકો જેમાં આગના કારણે ૧૯ બાળકોના મોત નિપજયા હતા.ત્યારે સમગ્ર ગુજરાતમાં આ બાબતે સોપો પડી ગયો હતો અને લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ઘણા પાઈવેટ ખાનગી ટ્યુશન કલાસીસ શિક્ષક દવારા ચલાવવામાં આવી રહ્યા છે. ત્યારે આજે સવારે ગઈ કાલે સુરતમાં બનેલી ઘટના ગુજરાતમાં બીજા કોઈ પણ સ્થળે ન દોરાય તે માટે સુરેન્દ્રનગર નગરપાલિકા જાગૃત બની છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતા ખાનગી ટ્યુશન કલાસ પર ફરજીયાત ફાયરસેફટીના સાધનો રાખવા અવશ્ય છે.

ત્યારે સુરેન્દ્રનગર નગરપાલિકાની હદમાં ટ્યુશન કલાસીસમાં ફાયર સેફ્ટીના સાદ્યનો નો હોય તેવા તમામ કલાસીસ બંદ્ય રાખવા સુરેન્દ્રનગર જિલ્લાની નગરપાલિકા દવારા આહવાન કરવામાં આવ્યુ છે. ફાયર સેફ્ટીના સાધનો વગર જો તમો ટીયુસન કલાસીસ ખોલશો તો કાયદેસરની કાર્યવાહી જે તે ટ્યુશન કલાસીસ ઉપર થાશે અને કલાસીસ પણ શીલ થાશે. તેવું હાલ નગરપાલિકા દવારા જાણવા મળી રહુ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતા, રેસ્ટોરેન્ટ, હોસ્પિટલ અને મોટી દુકાનોમાં હજુ પણ ફાયરસેફટીની સુવિધાઓ ન હોવાનુ જાણવા મળ્યું છે.

આ બાબતે સુરેન્દ્રનગર નગરપાલિકાની ફાયરબ્રિગેડની ટિમ સતત સતર્ક છે. કોઈ પણ સુરેન્દ્રનગર જિલ્લામાં અનિચિનય ઘટના બને ત્યારે સુરેન્દ્રનગર નગરપાલિકાની ફાયરબ્રિગેડની ટીમ સતત સતર્ક છે. ૨૪ કલાક નગરપાલિકાનો ફાયરબ્રિગેડનો ફોન ૧૦૦નો ચાલુજ હોય છે. ત્યારે જયારે પણ કોઈ આ બાબતે ફોન આવે ત્યારે થોડી જ ક્ષણોમાં નગર પાલિકાની ટીમ ઘટના સ્થળે પહોંચી પોતાની બનતી તમામ પ્રયાસ કરી લોકોની જાન અને માલને બચાવવાની કામગીરી કરે છે. ત્યારે શહેરમાં કોઈ પણ ઘટના બને ત્યારે સૌ પ્રથમ નગરપાલિકાના ફાયરબ્રિગેડને જાણ કરવી જરૂરી છે.

(1:19 pm IST)