Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

જામનગરમાં સુરતના ટ્યુશન કલાસની આગની ઘટના બાદ ફાયર સેફટી વગરના ટ્યુશન કલાસ તો બંધ કરાવાયા પરંતુ ફાયરસેફટીના સાધનો વગર ચાલતી શાળાઓનું શું?

જામનગર, તા.૨૫: સુરતના સરથાણા વિસ્તારમાં ગઈકાલે બહુમાળી બિલ્ડિંગમાં ચલતા ટ્યુશન કલાસમાં આગજનીની ઘટના બની હતી. આ દ્યટના બાદ ટ્યુશન કલાસ ચાલતા બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીના સાધનોના અભાવે મોટી દુર્ઘટના સામે આવી છે. આ દ્યટનામાં ૨૦ થી વધુ લોકોના મોત થયાનું સામે આવ્યું છે.

જયારે અન્ય પણ અસરગ્રસ્તો ક્રિટિકલ કન્ડિશનમાં છે. આ ઘટનાને પગલે સમગ્ર રાજયમાં ઉહાપોહ મચી ગયો છે.અને રાજયના સમગ્ર શહેરોમાં મહાનગરપાલિકા દ્વારા ફાયરસેફ્ટી મુદ્દે ચેકિંગ પણ હાથ ધરાયા છે. ત્યારે જામનગરનું કોર્પોરેશન પણ જાગ્યું છે. જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ વહેલી સવારથી જ શહેરના અલગ-અલગ વિસ્તારમાં આવેલા ટ્યુશન કલાસો કે જયાં ફાયર સેફટીના સાધનોનો અભાવ છે કેવા ટ્યુશન કલાસ બંધ કરાવ્યા હતા.

 વહેલી સવારે ફાયરબ્રિગેડના ચીફ ફાયર ઓફિસર કે.કે. બિસનોઈ, એસ્ટેટ વિભાગના રાજભા જાડેજા સહિતનો કાફલો પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી ફાયર સેફ્ટી વગરના જુદા-જુદા ૬ ટ્યુશન કલાસો બંધ કરાવ્યા હતા. જયારે ખૂણેખાંચરે ચાલતીએ જયાં ઈમરજન્સીના સમયમાં ફાયર બ્રિગેડ પહોંચી શકે તેમ ન હોય. અને ફાયર સેફટીના સાધનો પણ અભાવ હોય તેવી શાળાઓનું શું ? ટ્યુશન કલાસ માં તો માત્ર ગણ્યાગાંઠ્યા વિદ્યાર્થીઓ જ આવતા હોય છે.

 પરંતુ શાળાઓમાં ખુબજ મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા હોય છે ત્યારે આ ઘટનાથી શિખામણ લઇ ફાયર સેફટી સુવિધા વગરની શાળાઓમાં પણ તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે કાર્યવાહી કરવી જોઈએ.

(1:18 pm IST)