Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

વંથલીમાં વેપારીની નજર ચુકવીને ૭૭ હજારની રોકડ સાથેના થેલાની ચોરી

ઠગ ટોળકીના કારસ્તાનથી હલચલ

જુનાગઢ તા ૨૫  : વંથલીમાં ભર બપોરે વેપારીની નજર ચુકવીને અજાણ્યા શખ્સો રૂા ૭૭ હજાર સાથેનો થેલો ચોરીને નાસી જતા વેપારી આલમમાં હલચલ મચી ગઇ હતી.

વંથલીમાં નગર પંચાયત હાઇસ્કુલ રોડ વિસ્તારમાંરહેતા રસિકભાઇ અંબાવીભાઇ ત્રાંબડીયા નામના વેપારી ગઇકાલે બપોરે અઢી વાગ્યાના આરસામાં પોતાની દુકાને હતા ત્યારે અજાણ્યા શખ્સો દુકાનમાં પ્રવેશી થડાની બાજુમાં ખુરશીની નીચે રાખેલ રૂા ૭૭ હજારની રોકડ અને ચોપડા સાથેનો થેલો ચોરીને નાસી ગયા હતા.

આ અંગેની જાણ થતા પી.એસ.આઇ કે.કે. ઓડેદરા તુરતજ સ્ટાફ સાથે દોડી ગયા હતા, પરંતુ ચોર તત્વો હાથ લાગ્યા ન હતા . વેપારીની ફરીયાદ લઇ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

(1:17 pm IST)