Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

જુનાગઢમાં સસરા અને દિયરે પકડી રાખી, દેરાણીએ ફિનાઇલ પીવડાવ્યું

જુનાગઢ તા ૨૫ : જુનાગઢમાં સસરા અને દિયરે પકડી રાખી, દેરાણીએ પરિણિતાને ફિનાઇલ પીવડાવી  દેતા ચકચાર વ્યાપી ગઇ હતી.

આ અંગેની વિગતો એવી છે કે, જુનાગઢમાં આંબેડકર નગરમાં રહેતી પરિણીતા ચાંદની મુકેશભાઇ સોલંકી, ખડીયા વિસ્તારમાં રહેતા સસરા અશોકભાઇ ઉર્ફે હસાભાઇના મકાને સાફ સફાઇ કરવા ગયેલ. પરંતુ સસરા અશોકભાઇ અને દિયર સન્નીએ ચાંદનીબેન ને પકડી રાખી, દેરાણી નિકીતાએ ફીનાઇલ પીવડાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

'એ' ડીવીઝન પોલીસે પરિણિતાની ફરીયાદ લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી, વિશેષ તપાસ પી.એસ.આઇ.  જે.એચ. કછોટ ચલાવી રહયા છે.

(1:17 pm IST)