Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

મોરબીમાં 'હિટ એન્ડ રન': કડવા પટેલ પ્રોૈઢ કિશોરભાઇ પાંચાણીનું મોત

જમીને કામે જવા નીકળ્યા ત્યારે પંચાસર રોડ પર ટ્રેકટરનો ચાલક બાઇકને ઠોકરે લઇ ભાગી ગયોઃ રાજકોટમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૨૫: મોરબીમાં 'હિટ એન્ડ રન'ની ઘટનામાં કડવા પટેલ પ્રોૈઢનું મોત નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. મોરબીમાં સામા કાંઠે પાવન પાર્ક-૩માં રહેતાં કિશોરભાઇ બચુભાઇ પાંચાણી (ઉ.૫૫) ગઇકાલે બાઇક હંકારી ઘરેથી કારખાને નોકરીએ જવા નીકળ્યા ત્યારે પંચાસર રોડ પર ગીતા ઓઇલ મીલ પાસે  પહોંચ્યા ત્યારે ટ્રેકટરનો ચાલક બાઇકને ઠોકરે લઇ ભાગી જતાં ગંભીર ઇજા થતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તેમણે દમ તોડી દીધો હતો.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે મોરબી જાણ કરી હતી. મૃત્યુ પામનાર કિશોરભાઇ ત્રણ ભાઇ અને પાંચ બહેનમાં વચેટ હતાં. સંતાનમાં એક પુત્ર છે. બનાવને પગલે સ્વજનોમાં શોક છવાઇ ગયો છે. પોલીસે અકસ્માત સર્જી ભાગી ગયેલા ટ્રેકટર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

(11:47 am IST)