Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

જૂનાગઢ : લોહાણા મહાજન દ્વારા લગ્નોત્સુક યુવક-યુવતીઓના પરિચય મેળાના ફોર્મ વિતરણ

જૂનાગઢ તા.૨૫ : શ્રી સૌરાષ્ટ્ર લોહાણા મહાજન સંચાલીત નિઃશુલ્ક લગ્નોત્સુક ગ્રેજયુએટ પોસ્ટ ગ્રેજયુએટ યુવક યુવતી પરિચય સમારોહ ૨૦૧૯ આણંદ મુકામે તા.૨૧ જુલાઇ રવિવારે યોજાનાર છે. માહિતી તથા ફોર્મસ શ્રીમતી ચેતનાબેન મિશ્રાણી રાયજીનગર પ્રભાવ કાર્યાલય પરથી બપોરે પ થી ૮ દરમિયાન મળશે. ઉપરાંત રાજકોટમાં તા.રને રવિવારે કેસરીયા વાડી ખાતે યોજાનાર પરિચય સંમેલનની માહિતી કાર્યાલયેથી મળશે.

પ્રભાવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૫ જૂલાઇથી દર ગુરૂવારે કૃષ્ણ શેરી હવેલી ગલી પ્રભાવ કાર્યાલયે સાંજે પ થી ૭ દરમિયાન ચાલુ વર્ષના રિઝલ્ટ ધો.૧ થી ૭ સુધીમાં ૮૫% થી વધારે તેમજ ૮ થી ૧૨ધોરણમાં ૮૦% થી વધુ તેમજ વિદ્યાશાખામાં ૭૦% થી વધુ ગુણ પ્રાપ્ત કરનારને વિનામુલ્યે સ્ટોક હશે ત્યા સુધી ફુલ સ્કેપના ચોપડા મળશે.

વેકેશન ખુલતા જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર જૂનાગઢમાં વસતા કોઇપણ વિદ્યાર્થીને ચાલુ વર્ષે લેવાયેલ ધો.૧૦ ની પરીક્ષામાં ૮૦% થી વધુ ધોરણ ૧૨ ની પરીક્ષામાં ૭૫% કે તેથી વધુ વિદ્યાશાખાની કોલેજોની કોઇપણ વર્ગની યુનિ. દ્વારા લેવાયેલ પરીક્ષામાં ૭૦% કે તેથી વધારે માર્કસ મેળવેલા હોય તેવા તમામ વિદ્યાર્થીઓને બહુમાન સાથે રોકડ પુરસ્કાર આપવામાં આવશે.

(11:45 am IST)