Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

ખંભાળિયા આઇટીઆઇ ખાતે બુધવારે રોજગાર ભરતી મેળો

દેવભૂમિ દ્વારકા, તા.૨પઃ જિલ્લા રોજગાર કચેરી દેવભૂમિ દ્વારકા દ્વારા જિલ્લાના રોજગાર વાંચ્છુઓને રોજગાર મળે તે માટે ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ સાથે મળી તા.૨૮-૦૫-૧૯ ના રોજ ૧૧-૦૦ કલાકે આઇ.ટી.આઇ. જામ ખંભાળીયા ખાતે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ દ્વારા રોજગાર માટે રોજગાર વાંચ્છુઓની પસંદગી કરવામાં આવશે. આ ભરતી મેળામાં ધો-૧૦,૧૨, આઇ.ટી.આઇ., ડીપ્લોમાં, ગ્રેજયુએટ કે તેથી વધુ લાયકાત ધરાવતા રોજગાર વાંચ્છુઓ ભાગ લઇ શકશે. રોજગાર કચેરી ખાતે નામ નોંધણી કરાવેલ ના હોઇ અને જેઓને કોલલેટર મળેલ ના હોય તે પણ આ ભરતી મેળામાં ભાગ લઇ શકશે.

રોજગાર કચેરી ખાતે નામ નોંધણી કામગીરી

દેવભૂમિ દ્વારકાઃ જિલ્લા રોજગાર કચેરી દેવભૂમિ દ્વારકા ખાતે નોંધણી કરાવેલ તથા કરાવેલ ના હોય તથા વર્ષ ૨૦૧૯માં ધો.૧૦ અને ૧૨ પાસ થયેલ તમામ રોજગાર વાંચ્છુઓએ પોતાના નામની નોંધણી જિલ્લા રોજગાર કચેરી દેવભૂમિ દ્વારકા મુ. ખંભાળીયા ખાતે ફરજીયાત કરાવવી જેથી રોજગાર કચેરીની વિવિધ સેવાઓનો લાભ મળી શકે. નામની નોંધણી દર ત્રણ વર્ષે રીન્યુઅલ કરાવવી જરૂરી હોય છે જેથી ત્રણ વર્ષ પુરા થતા હોય તે પછીના ત્રણ મહિનામાં નોંધણી રીન્યુઅલ કરાવવા અને નવી નોંધણી કરાવવા માટે ૧) કાર્ડની ફોટો કોપી સ્કેન કરેલ નકલ રોજગાર કચેરીના ઇ-મેઇલ dee-dwarka@gujarat.gov.in, dee.devbhumidwarka@gmail.com દેવભૂમિ દ્વારકા જિલ્લા પાણી સમિતિની બેઠક કલેકટરશ્રી ડો. નરેન્દ્રકુમાર મીનાના અધ્યક્ષ સ્થાને મળી તથા ૯૪૮૪૬૦૪૦૪૨ નંબર પર વોટસએપ કરી કરાવી શકો છો. ર) ક્રમાંક નોંધણીની વિગતો સાથે ટપાલ મારફત કચેરી ખાતેથી નોંધણી રીન્યુ કરાવી શકાય. ૩) તાલુકા મથકે યોજાતા નોંધણી કેમ્પમાં ઉપસથિત રહી રીન્યુ અને નોંધણી કરાવી શકો છો. ૪) નોંધણી કાર્ડ સાથે રૂબરૂ કચેરી ખાતે ઉપસ્થિત રહી રીન્યુ અને નોંધણી કરાવી શકો છો. પ) નામ નોંધણી કરાવતા સમયે બધા ઓરીજીનલ ડોકયુમેન્ટ અને એક ઝેરોક્ષ કોપી, એક ફોટો સાથે રાખવો. વધુ માહિતી માટે જિલ્લા રોજગાર કચેરી દેવભુમિ દ્વારકાનો સંપર્ક નંબર ૦૨૮૩૩-૨૩૪૨૧૦, ૯૪૮૪૬૦૪૦૪૨ ઉપર સંપર્ક કરવો.

(11:45 am IST)