Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

માંગરોળ સ્વામિનારાયણ મંદિરે બિરાજતા દેવોને અક્ષયતૃતિયાથી દરરોજ ચંદનના વાઘાનો શણગાર

માંગરોળ, તા.૨૪: સ્વામિનારાયણ મંદિર માંગરોળના સદગુરૂ કોઠારી (આચાર્યસ્વામી)શ્રી પ્રેમવતીનંદનદાસજી સ્વામીના આશિર્વાદથી તેમજ મંદિરના યુવાન શાસ્ત્રી સ્વામી શ્રી ગોપાલચરણદાસજી સ્વામીના માર્ગદર્શનથી માંગરોળ મંદિરમાં બિરાજતા દેવો શ્રી હરિકૃષ્ણ મહારાજ ધર્મદેવ ભકિત માતા અને પ્રસાદીના ઘનશ્યામ મહારાજજે અક્ષયતૃતિયાથી દરરોજ ચંદનના વાઘાનો શણગાર વિવિધ સ્વરૂપે કલાત્મક રીતે કરવામાં આવે છે.

મંદિરમાં બિરાજતા દેવોને રોજ રોજ કરવામાં આવતો ચંદનના વાઘાના શણગારમાં અભિષેક ભગત, અક્ષય ભગત, કૌશિક ભગત, અજય ભગત, વિશાલ મહારાજ, નરેન્દ્ર ભગત, ખૂબજ ઉમંગ ઉત્સાહ અને ભકિત ભાવથી ચંદના વાઘાનો શણગાર કરવામાં આવે છે. આમ માંગરોળમાં ચંદનના વાઘાનો શણગાર અને પાટોત્સવનો એકી સાથે શુભ પારંભ થાય છે. એટલે કે, શુભગ મિલન થાય છે. અને સોનામાં સુગંધ ભળે છે.

અક્ષયતૃતિયા માંગરોળ મંદિરના વાર્ષિક પાટોત્સવ અને ચંદનના વાઘાના શણગારના શુભ પ્રસંગે રાજકોટથી સત્સંગી સેવક પત્રકાર અને જ્ઞાતિ મંત્રી મનસુખભાઇ એમ. પરમાર પવિત્ર ફરજ સમજી આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતા અને જીવનની ધન્યતા અનુભવી હતી.

માંગરોળના ડો. જશવંત આર. પરમાર, ઠાકરશીભાઇ, કવિરાજ બારોટ અને યોગેશભાઇ તેમજ ચાંદેગરા પરિવાર અને સમગ્ર માંગરોળ સત્સંગ સમાજે ચંદનના વાઘાના ધાર્મિક પ્રસંગે સહકાર આપ્યો હતો.

સત્સંગી સેવક પત્રકાર અને મંત્રી મનસુખભાઇ એમ. પરમાર સત્સંગી હરિભકતોને આ પ્રસંગનો લાભ લેવા વંદન કરે છે.

(11:43 am IST)