Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

હદ થઇ ગઇ... સ્મશાન ઘાટમાંથી તસ્કરો સામાન ચોરી ગયા...

જસદણના કાળાસર ગામનો બનાવઃ ઇલેકટ્રીક વાયર તથા વૃક્ષના પાંજરાઓનો પણ સોથ વાળી દીધો : પોલીસમાં લેખીત ફરીયાદ

જસદણ તા ૨૫  : જસદણના કાળાસર ગામના સ્મશાન ઘાટમાં તસ્કરો ત્રાટકી રૂા ૧૦ થી ૧૨ હજારનો સામાન લઇ ગયાની જસદણ પોલીસ મથકમાં રાવ થઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ ચોર ચાર નજર કરીને પણ દલ્લો હોય ત્યાં ત્રાટકતા હોવાનો સામાન્ય નિયમ છે, ત્યારે તસ્કરોએ સ્મશાન ઘાટ પણ નિશાન બનાવી છોડયુ ંનહતું. કાળાસરના ગ્રામપંચાયતના સરપંચ રમેશભાઇ કાગડીયાએ આ અંગે જસદણ પોલીસમાં લેખીત જાણ કરી છે કે, પોતાના ગામ કાળાસરમાં સ્મશાન ઘાટમાંથી કોઇ અજાણ્યા તસ્કરો ગત રાત્રીએ લાઇટ સ્ટાટર, ૩૦૦ ફૂટ પટ્ટી, કેબલ, ૨૫૦ ફૂટ પાણીના પાઇપ, ર એલઇડી લાઇટની ચોરી સાથે, ઇલ.ે વાયરીંગને નુકશાન ઉપરાંત વૃક્ષના પાંજરાઓનો પણ સોથ વાળી દીધો છે.ચોરી તથા નુકશાન કરનારા તત્વોને પકડવા સરપંચે લેખીતમાં ફરીયાદ કરતા, પોલીસે તપાસનો ધમધમાટ આદર્યો છે.

(11:36 am IST)
  • આ નેતા કોણ?: તક્ષશિલા અગ્નિકાંડમાં સૌથી મોટું રહસ્ય : આ પહેલા પણ એક વાર ટ્યુશન કલાસ સીલ કરાયુ હતું, પરંતુ એક નેતાના દબાણવશ આ ફાયરબ્રિગેડ સીલ ખોલવુ પડ્યુ : કલાસીસ માલિકે આ નેતાની ઓળખ ન આપી : એ નેતા વિશે લોકો સવાલ કરી રહ્યા છે : દબાણ ન થયુ હોત તો આ ૨૦ વિદ્યાર્થીઓના જીવ બચી શકત access_time 3:11 pm IST

  • સુરતમાં થયેલી દુર્ઘટના બાદ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કાલે બપોરે સુરત પહોંચશેઃ બપોરે ૩.૩૦ વાગ્યે સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ સંબોધશે access_time 3:11 pm IST

  • બપોરે ૩ વાગ્યાથી ભારતનો ન્યુઝીલેન્ડ વિરૂધ્ધ વોર્મ અપ મેચઃ બન્ને ટીમો વારંવાર એક બીજા સામે ટકરાતી ન હોય પ્રેકટીસ મેચ મહત્વનો બનશે access_time 11:33 am IST