Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

ઉનાઃ સ્વામિનારાયણ મંદિર દ્વારા શ્રધ્ધાંજલી અર્પણ

ઉનાઃ સુરતના સરથાણા જકાતનાકા વિસ્તારમાં આવેલ આર્ટ ડીઝાઇનમાં અગમ્ય કારણોસર લાગેલી આગ દુર્ઘટનામાં માર્યા ગયેલા વિદ્યાર્થીઓ સહિતનાને શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ દ્રોણેશ્વરના પટાંગણમાં બિરાજમાન શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજની સાયં આરતી સમયે પૂજય સંતો તથા ઉપસ્થિત ભકતોએ શ્રદ્વા સુમન અર્પણ કર્યા હતા. આ સમયે મૌન પાળ્યા બાદ શ્રદ્વાંજલીરૂપ હનુમાન ચાલીસાના પાઠ કરાયા હતા. મૃતકોને ભગવાન એમના ચરણમાં ચિરસ્થાયી કરે, એમના પરિવારજનોને આઘાત સહન કરવાનું બળ આપે એવી પ્રાર્થના કરાઇ હતી.

(11:35 am IST)
  • માત્ર હિન્દીભાષી રાજ્યો જ ભારત નથી :કેન્દ્ર સરકાર એકપણ રાજ્યની અવગણના નહિ કરી શકે ; ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ ડીએમકે અધ્યક્ષ એમ,કે,સ્ટાલિનના તીખા તેવર ;લોકસભા ચૂંટણીમાં તામિલનાડુમાં પોતાની પાર્ટીના પ્રદર્શનથી ઉત્સાહિત સ્ટાલીને કહ્યું કે તેની પાર્ટી અન્ય રાજ્યોમાં પ્રાદેશિક પક્ષ સાથે મળીને ભાજપનો મુકાબલો કરશે access_time 12:52 am IST

  • પશ્ચિમ બંગાળમાં મોટો રાજકીય ભૂકંપ ચૂંટણી પરિણામોને પગલે મમતા બેનર્જીએ તૃણમુલ કોંગ્રેસમાં મુખ્યમંત્રીપદેથી રાજીનામુ આપવાનો પ્રસ્તાવ મૂકયાનું જાણવા મળે છે access_time 5:52 pm IST

  • જામનગરમાં તમામ ખાનગી ટયુશન ક્લાસિસ બંધ રાખવા આદેશ :સુરતની દુર્ઘટનાના રાજ્યભરમાં ઘેરા પડઘા : જામનગરમાં તમામ ખાનગી ટયુશન ક્લાસિસ બંધ રાખવા મનપા કમિશનરનો આદેશ: મનપામાં આવતીકાલે અધિકારીઓની તાત્કાલિક બેઠક બોલાવાઇ: ફાયર સેફ્ટી અંગે સંચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહીના આદેશ :આવતીકાલથી તમામ સંચાલકો વિરૂદ્ધ કરાશે કડક કાર્યવાહી access_time 10:10 pm IST