Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

કાલાવડ તાલુકા લેઉવા પટેલ સંચાલીત હિરપરા શૈક્ષણિક સંકુલ HSC સામાન્ય પ્રવાહ પરિણામમાં તાલુકા સર્વોચ્ચ સ્થાન જાળવી સતત ત્રીજા વર્ષે જવલંત સફળતાઃ ઠેરઠેરથી શુભેચ્છા

કાલાવડ : ધો. ૧ર સામાન્ય પ્રવાહ અને આર્ટસનું પરિણામ જાહેર થતા કાલાવડની હિરપરા કન્યા શાળાએ ઉજવળ પરિણામ મેળવ્યું છે. સામાન્ય પ્રવાહમાં પ્રથમ સંઘાણી આયુષી   ૯૯.૩૧પી.આર., પ્રથમ ગિણોયા ધ્રુવીશા   ૯૯.૩૧પી.આર., દ્વીતીય રૈયાણી એકતા   ૯૮.૪૭ પી.આર., તૃતીય કમાણી દિશા   ૯૮.૦૮ પી.આર.મેળવેલ છે. જયારે આર્ટસ પ્રવાહમાં પ્રથમ ટીંબડીયા સારિકા   ૯૬.૯૬ પી.આર., દ્વિતીય સંઘાણી ધારતી   ૯૩.૮૯ પી.આર., તૃતીય તાળા કેયુરી  ૯૩.૭૬ પી. આર. મેળવેલ છે. આમ વિદ્યાર્થીનીઓએ ગૌરવવંતુ પરિણામ લાવી સમાજનું, દાદાઓનું સર્વ ટ્રસ્ટીઓનું તથા સર્વ સ્ટાફ ગણનું ગૌરવ વધારેલ છે. સંકુલ અને સમાજ ના વિદ્યાર્થીનીઓનાં પરિણામથી હર્ષની લાગણી અનુભવે છે.

(11:34 am IST)
  • સુરતના અગ્નિકાંડ :બિલ્ડરને પકડવા સુરત પોલીસે ૮ ટીમ કામે લગાડી:સુરત અગ્નિકાંડ : મકાન માલિક બિલ્ડરને ઝડપી લેવા સુરત ક્રાઈમ બ્રાન્ચે ૮ ટીમ બનાવી.છે ;ટ્યુશન સંચાલક બુટાણીને ઝડપી લેવાયો છે access_time 8:57 pm IST

  • હાર-જીત થતી રહે રાજીનામાની જરૂર નથીઃ મનમોહને રાહુલને સમજાવ્યા access_time 3:30 pm IST

  • આજે ૮ વાગ્યે મોદી સરકાર રચવાનો દાવો કરશે : નવી દિલ્હી : દિલ્હીમાં રાજકીય ધમધમાટ : એનડીએના નેતાઓ દિલ્હીમાં : ૭ વાગ્યે બધા રાષ્ટ્રપતિને મળશે : ૮ વાગ્યે મોદી સરકાર બનાવવાનો દાવો રજુ કરશે : આજે બપોર બાદ ભાજપ સંસદીય પક્ષ તથા બાદમાં એનડીએની બેઠક : મોદીને નેતા તરીકે જાહેર કરાશે access_time 3:29 pm IST