Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

ભાવનગર પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો

ભાવનગર, તા.૨૫: ભાવનગર રેન્જ મહાનિરીક્ષકશ્રી અશોક કુમાર યાદવએ ભાવનગર જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર દારૂ/જુગારની પ્રવૃતિઓ સદંતર નાબુદ કરવા સારૂ પોલીસ અધીક્ષકશ્રી જયપાલસિંહ રાઠોડને હાથ ધરેલ જુંબેશના ભાગ રૂપે ભાવનગર સિટી ડીવીઝનના નાયબ પોલીસ અધીક્ષકશ્રી એમ.એચ.ઠાકર ની સુચના મુજબ વેળાવદર પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ. આર.એચ.બાર તથા પોલીસ સ્ટાફના એ.એસ.આઇ.બી.વી.જાડેજા તથા પો.કોન્સ.રાજુભાઇ ગુણુભાઇ તથા અનિરૂધ્ધસિંહ રામદેવસિંહ તથા નરેન્દ્રસિંહ વનરાજસિંહ તથા ડ્રાઈવર એ.એસ.આઇ. એમ.જે.અગ્રાવત કલાક- ૦૨/૩૦ વાગ્યાથી પો.સ્ટે.વિસ્તારમા નાઇટ પેટ્રોલીંગમા હતા તે દરમિયાન પો.સબ.ઇન્સ. આર.એચ.બારને બાતમી મળેલ કે એક કાળા કલરના મો.સા. ઉપર બે ઇસમ અધેળાઇ થી સનેશ તરફ ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો ભરીને નીકળનાર છે જે આધારે સનેશ ખાતે વાહન ચેકીંગ દરમિયાન ઉપરોકત વર્ણનવાળુ મો.સા. નિકળતા તેને રોકવા જતા બન્ને ઇસમ ભાગવા લાગતા એક ઇસમ નાસી ગયેલ તેમજ એક ઇસમને પકડી પાડી પંચો રૂબરૂ નામઠામ પુછતા સંતોષ જગદીશભાઇ બારૈયા ઉ.વ.૧૯ રહે.ચિત્રા મસ્તારામ બાપાના મંદિર પાછળ માવજીભાઈ રેશનીંગવાળાની દુકાન પાસે ભાવનગરવાળો હોવાનુ જણાવતા તેની પાસે રહેલ બેગમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની ૧ લીટરની બેગ પાઇપર ડીલક્ષ વ્હીસ્કીની બોટલ નંગ-૪૯ જે એક બોટલની કિંમત રૂ.૬૬૦/- લેખે ગણી કુલ કિંમત રૂ.૩૨,૩૪૦/- તથા એક હીરો સ્પ્લેન્ડર મો.સા.રજી.નં GJ 04 DC 0442 ની કિંમત રૂ.૩૦,૦૦૦/- તથા એક MI કંપનીનો મોબાઈલ કિંમત રૂ. ૫,૦૦૦/- તથા બે રેગજીનની બેગ નંગ ૦૨ની કિંમત રૂ.૨૦/- મળી કુલ રૂ.૬૭,૩૬૦/-ના મુદામાલ સાથે મળી આવતા તેમ જઙ્ગ નાસી ગયેલ ઇસમ ભાવેશભાઇ મનજીભાઈ સોલંકી રહે. શીતળા માતાના મંદિર પાસે મારૂતિનગર દ્યોદ્યા રોડ ભાવનગરવાળા મજકુર બંન્ને આરોપી વિરૂધ્ધમાં પ્રોહી કલમ-૬૫ એ.ઇ,૮૧, ૧૧૬(બી), ૯૮(૨) મુજબનો ગુન્હો રજી.કરી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ કામગીરીમાં વેળાવદર પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ. આર.એચ.બાર તથા એ.એસ.આઇ.બી.વી.જાડેજા તથા પો.કોન્સ.રાજુભાઇ ગુણુભાઇ તથા અનિરૂધ્ધસિંહ રામદેવસિંહ તથા નરેન્દ્રસિંહ વનરાજસિંહ તથા ડ્રાઈવર એ.એસ.આઇ. એમ.જે.અગ્રાવત વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતા.

(10:32 am IST)
  • કોંગ્રેસ કારોબારીમાં કમલનાથની ગેરહાજરીથી અનેક તર્કવિતર્ક : પંજાબ અને રાજસ્થાનના મુખ્યમંત્રી હાજર છે access_time 3:29 pm IST

  • રાજકોટમાં એનએસયુઆઈ દ્વારા મોદી સ્કુલને તાળાબંધી કરાઈ : ગેરકાયદે બાંધકામનો કર્યો વિરોધ : તંત્ર દ્વારા કાર્યવાહી નહિં કરાયાના આક્ષેપ સાથે કાર્યકરોએ સ્કુલમાં રામધૂન બોલાવી access_time 6:24 pm IST

  • સુરતમાં આગની ગોઝારી દુર્ઘટનામાં ફાયરબ્રિગેડના બે અધિકારીઓ સસ્પેન્ડ : સબફાયર ઓફીસર કિર્તી મોઢ અને એસ.કે. આચાર્ય ફરજમાં બેદરકારી બદલ તાત્કાલીક અસરથી સસ્પેન્ડ : કલેકટરે કરી મોટી કાર્યવાહી access_time 5:37 pm IST