Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

જામનગરમાં કાલે વિવિધ ક્ષેત્રની પ્રતિભાઓેને યુથ આઇકોન નેશનલ એવોર્ડ-૨૦૧૮ અર્પણ કરાશે

સેવન સિઝન્સ રિસોર્ટના આંગણે જાજરમાન સમારોહ

જામનગર તા.૨૫: જામનગર-ખંભાળીયા હાઇવે પર આવેલ મનોરમ્ય સ્થળ એવન સિઝન્સ રિસોર્ટ ખાતે કાલે તા. ૨૬ ના સાંજે ૬ કલાકે દેશની વિવિધ ક્ષેત્રની  પ્રતિભાવંત વ્યકિતઓને યુથ આઇકોન નેશનલ એવોર્ડ-૨૦૧૮ અર્પણ સમારોહ યોજવામાં આવેલ છે.

ગુજરાતનાં પણ વિવિધ ક્ષેત્રનાં પ્રતિષ્ઠિત વ્યકિતઓને આ એવોર્ડ અર્પણ કરાશે. સમગ્ર કાર્યક્રમ કેન્દ્રીય મંત્રી પુરૂષોતમભાઇ રૂપાલા અધ્યક્ષસ્થાને તેમ જ મુખ્યમહેમાન ઉત્તરાખંડના ફોરેસ્ટ મિનિસ્ટર હરકસિંઘ રાવત, ગુજરાતના કૃષિમંત્રિ આર.સી. ફળદુ, સાંસદ પુનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, ઉત્તરાખંડના મંત્રીઓ અને ઉદ્યોગપતિઓ સહિત મુંબઇની સિનેમા જગત અને સંગીત જગતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

જામનગરના પનોતાપુત્ર ક્રિકેટર સલીમ દુરાનીએ લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ અર્પણ થશે. તે ઉપરાંત ભારતીય હિન્દી ફિલમજગતનાં અભિનેતા અને સ્ટેજ આર્ટીસ્ટ અંજન શ્રીવાસ્તવ કે જેમણે અનેક ફિલ્મોમાં યાદગાર અભિનય સાથે એનક સ્ટેજ પ્રોગ્રામમાં ખુબ નામના મેળવી છે અને હાસ્ય અભિનયમાં પણ તેઓએ એક આગવું સ્થાન પ્રાપ્ત કર્યુ છે.

છેલ્લા ૫૦ વર્ષથી હિન્દી સિનેમાના પ્લેબેક સિંગર તરીકે જેઓએ સુખ્યાતિ પ્રાપ્ત કરી હિન્દી ગીતોમાં જેટલા ગીતોને સ્વર આપ્યો છે તે દરેક હિટ ફિલ્મના હિટ ગીતો રહયા છે તેવા ગુજરાતના અને રાજકોટના જ પનોતા પુત્ર ઉધાસ બેલડીમાં સિંગર તરીકેનો વૈશ્વીક એવોર્ડ અમેરિકાના કેલીફોર્નિયામાં યુનાઇટેડ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડથી સન્માનિત કરાયા તેમને પણ આ સન્માન અપાશે.

એક ઉદ્યોગપતિ હોવા સાથે રાષ્ટ્રીય ભાવના, શિક્ષણ અને સામાજિક ક્ષેત્રે પ્રતિષ્ઠા પામેલા ભારતના વિશેષ વ્યકિત સામાજિક પહ્મ પુરસ્કાર જેમને પ્રાપ્ત થયો છે તે અગ્રણી રામેશ્વરલાલ કાબરા (બાપુજી), હિન્દી ટીવી શ્રેણીમાં તેમજ ગુજરાતી ફિલ્મમાં ખુબ સારો સુંદર અભિનયકરનાર અભિનેત્રી આરોહી પટેલ, સલમાન ખાનની બ્લોક બસ્ટર ફિલ્મ દબંગમાં મુન્ની બદનામ હુઇની પ્રસ્તુતિથી જેણે ખુબ જ નામના મેળવી છે અને ત્યારબાદ અનેક હિન્દી સિનેમાજગતના ગીતો ગાવાનો મોકો મળ્યો છે તે મમતા શર્મા, જયાં જયાં ગુજરાતી વસે છે તે સમગ્ર ભારત ઉપરાંત વિશ્વ સમસ્તમાં લોકસંગીત, ભજન, ગઝલ, કવ્વાલી કે ભારતના અનેક પ્રાદેશિક સંગીતને પોતાના કંઠથી રજુ કરી કોક સ્ટુડીયોમાં કરોડો લાઇક મેળવનાર લોકગાયક ગુજરાતના વર્સલ્ટાઇલ સિંગર કીર્તિદાન ગઢવીને પણ આ એવોર્ડ અર્પણ થશે.

ગુજરાત રાજય સંગીત નાટક અકાદમીના ચેરમેન અને સંગીત ક્ષેત્રના પ્રસિધ્ધ અનેક એવોર્ડ જેમને પ્રાપ્ત થયા છે આમ છતાં ડાઉન ટુ અર્થ દરેક કલાકારોને સ્ટેજ શોમાં હંમેશા માર્ગદર્શક રહયા છે તેવા પંકજ ભટ્ટ, સમાજ સેવાના ક્ષેત્રમાં સોૈરાષ્ટ્રના ભામાશા ગણાતા એમ.પી. શાહ. કે જેમણે જામનગરમાં જન્મી ઉદ્યોગ ક્ષેત્રે ખુબ મોટી નામના મેળવી શિક્ષણ, આરોગ્ય ક્ષેત્રમાં દાનવીર તરીકે જેમણે ખુબ નામના મેળવી તેવા એમ.પી. શાહ, રાજકોટના જ અને નાની ઉંમરથી પિતાના પગલે ચાલનાર અને ચારણ સમાજમાં ખુબ જ મોટું નામ ધરાવતા મુક સેવકમોટીવેશનલ સ્પીકર અને વકતા, ચારણી સાહિત્ય અને લોકસાહિત્યના જાણકાર ફુલછાબનાં મેનેજર નરેન્દ્ર ઝીબા (નિતુભાઇ) ને પણ એવોર્ડ અર્પણ કરાશે.

મશહુર સ્ક્રીપ્ટ રાઇટર અને સ્પીકર તરીકે નામના મેળવનાર કાજલ ઓઝા વેદ્ય તેમજ જર્નાલિઝમની દુનિયામાં પણ આવું જ એક પ્રસિધ્ધનામ ધૈવત ત્રિવેદી ટુંકાગાળામાં ઉદ્યોગક્ષેત્રે હરણફાળ ભરનાર ઓમ બ્રાસના સ્નેહલ ગોહિલ, જેમણે ત્રણ વખત પીએચડી કરી હાસ્ય કલાકાર તરીકે ખુબ જ મોટી નામના મેળવી છ,ે તેવા સુરેન્દ્રનગરના સાહિત્કાર જગદિશ ત્રિવેદી નું પણ આ એવોર્ડથી સન્માન થશે.

ગઢવી સમાજના યુવા કથાકાર અને જેમણે સમાજ ઉપયોગી અનેક કાર્યો સાથે સાહિત્ય અને કલાનાં ક્ષેત્રમાં પણ ખુબ જ ઉંડી સુઝ સાથે ચારણી સાહિત્ય, લોક સાહિત્ય અને ચરજ, સ્તુતિ દ્વારા ગુજરાતનું નામ રોશન કરી જેમણે મુંબઇમાં કાગકથા કરી ગુજરાતીઓને ભાવવિભોર કરી દીધા હતા. તેેવા યોગેશ બોક્ષા, રોહિત સરદાના, સુરતના ઉદ્યોગપતિ અને સમાજસેવક મહેશભાઇ સવાણી, સમાજ સેવિકા ડો. શ્રધ્ધા શર્મા, ઉત્તરાખંડના રતનસિંઘ અશવાલ, થુલસીધરન ભાસ્કરન, કોૈશલ પટેલ વગેરે અનેક મહાનુભાવોને આ એવોર્ડ અર્પણ કરવામાં આવી રહયો છે.

આ એવોર્ડ નાઇટના સફળ આયોજન માટે સિઝન્સના કાર્યકરો ઉપરાંત આ એવોર્ડ માટે જે કમિટી-જયુરીમાં સહયોગી બન્યા છે તે મેયર પ્રતિભાબેન કનખરા, પૂર્વ ચેમ્બર પ્રમુખ કિરીટભાઇ મહેતા, કે.કે. મહેશ્વરી, મહેમુદ વહેવારીયા, એડવોકેટ રાજેશ ગોસાઇ, વિરલ રાચ્છ, સાથે સેવન સિઝન્સ રિસોર્ટના માલીક અને આ એવોર્ડને જામનગર સુધી લાવી ભવ્ય કાર્યક્રમના આયોજક ઉપેન્દ્ર અંથપાલ, તેમના સહયોગી સારાબેન મકવાણા, હિતેષ ગઢવી, ગીરીશ ઉનિયાલ, સાગર કનવાલ, જયદેવ પુરોહિત, કે.કે. સિંહ અને ચીફ ફાયર ઓફિસર કે.કે. બિશ્નોય અને સેવન સિઝન્સ રિસોર્ટના કર્મચારીઓ મહેનત કરી રહયા છે.

(4:09 pm IST)