Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

કલેકટરનું ધોરાજી-ઉપલેટામાં ઓપરેશનઃ૧૫ લાખનું LDO સીઝઃ DSO તથા ધોરાજી પ્રાંત દ્વારા કાર્યવાહી

રાજકોટ તા.૨૫: જિલ્લા કલેકટરશ્રી ડો. રાહુલ ગુપ્તા ની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી જોષી, ધોરાજી પ્રાંત અધિકારીશ્રી તુષાર જોષી તેમજ મામલતદાર ભડાણીયા, તથા જિલ્લા પુરવઠા ઇન્સપેકટર સર્વે શ્રી પરસાણીયા, રાદડીયા, તેમજ કિરીટસિંહ ઝાલાની ટીમ દ્વારા ધોરાજી અને ઉપલેટા તાલુકામાં ગેરકાયદેસર રીતે ચાલતા લાઇટ ડિઝલ ઓઇલના વેપારીઓને ત્યાં દરોડા પાડી કુલ ૧૫ લાખની કિંમતનું એલડીઓ સીઝ કર્યુ હતું.

જેમા ૧. ઉપલેટાના શ્રી સીતારામ ટ્રેડીંગ કંપનીમાંથી ૩૫૦ લીટર જથ્થો, ૨. જય દ્વારકાધીશ પેટ્રોલીયમ માંથી ૧૮૦૦ લીટર અને ૩. ધોરાજીના શ્રી રામ પેટ્રોલીયમ માંથી ૧૫ હજાર લીટરનો જથ્થો અને ટેન્કર સીઝકરાયા હતા, યાદીમુજબ કુલ ૧૬૨૦૦ લીટર લાઇટ ડિઝલ ઓઇલનો જથ્થો તેમજ ટેન્કર નંગ -૧ મળી કુલ રૂપિયા ૧૫ લાખની કિમતનો જથ્થો સીજ કરાયો હતો.

(4:08 pm IST)