Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

જૂનાગઢનો કેદી જેલમાંથી ફરાર

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૨૫ :. જૂનાગઢ જેલનો પાકા કામનો કેદી જેલવાડીમાંથી ચકમો આપીને ફરાર થઈ જતા પોલીસે શોધખોળ હાથ ધરી છે.

આ અંગેની વિગતો એવી છે કે, અમરેલી જિલ્લાના જાફરાબાદનો કાના ઉકા બાંભણીયા નામનો શખ્સ જૂનાગઢ જિલ્લા જેલમાં પાકા કામના કેદી તરીકે જેલવાસ ભોગવતો હતો. ગઈકાલે કાના ઉકાને અન્ય કેદીઓની સાથે મજેવડી દરવાજા બહાર આવેલ જેલવાડીમાં કામકાજે લઈ જવામાં આવ્યો હતો.

ત્યારે બપોરના અઢીથી પોણા ત્રણ વાગ્યા દરમિયાન નજર ચુકવીને કાના ઉકા નાસી ગયો હતો.આ અંગે મોડી સાંજે જેલ હવાલદાર દિનેશ એસ. પટેલે ફરીયાદ કરતા પીએસઆઈ કે.વી. મુંજવાએ તપાસ હાથ ધરી છે.(૨-૨૨)

 

(3:54 pm IST)