Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

લીંબડીના પરનાળાના દલિત યુવકના પરિવારજનોને સાંત્વના પાઠવતા પૂર્વ કેન્દ્રીય મંત્રી

 વઢવાણઃ લીંબડી તાલુકાના પરનાળા ગામના દલિત યુવાન મુકેશભાઇ વાણીયાની હત્યા કરવામાં આવી, તેના અનુસંધાને આજે દિલ્હીથી પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસના જનરલ સેક્રેટરી કુમારી શૈલજાજી, ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશભાઇ ધાનાણી, રાજયસભા પુર્વ સાંસદ અને અનુસુચિતજાતિ આયોગ પુર્વ મેમ્બર્સ રાજુભાઇ પરમાર, રાજયસભા સાંસદ અમીબેન, ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલ, ધારાસભ્ય શૈલેષભાઇ પરમાર, કોંગ્રેસ પ્રમુખ મનુભાઇ, લીંબડી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ખુશાલભાઇ જાદવ, સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત પ્રમુખ ચેતનભાઇ ખાચર, લીંબડી શહેર પ્રમુખ રઘુભાઇ, જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન ભગીરથસિંહ રાણા, પી.ટી.શાહ અને કોંગ્રેસનું ડિલીગેશને મુલાકાત લીધી હતી અને સાંત્વના પાઠવી હતી (તસ્વીરઃ અહેવાલઃ ફઝલ ચૌહાણ-વઢવાણ)

(3:52 pm IST)