Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

સુરેન્દ્રનગરમાં ટાવરચોકથી ટી.બી. હોસ્પિટલ સુધીનો માર્ગ હવે ચારને બદલે બે માર્ગીય થશે

સરદારસિંહ રાણા બ્રીજ ઉપર ૧૦મી જૂન સુધી વાહનોમાં પ્રતિબંધ માટે જાહેરનામું

સુરેન્દ્રનગર, તા.૨પઃ સુરેન્દ્રનગર શહેરમાં હાલમાં ટાવર ચોકથી ટી.બી. હોસ્પિટલ સુધીના રોડ પર હાલ રસ્તા રીસરફેશીંગની કામગીરી ચાલુમાં છે. જેથી ટ્રાફિક સમસ્યા વિકટ ન બને તે સારૂ વાહનોનું ડાયવર્ટ કરવા તે અંગેનું જાહેરનામુ પ્રસિધ્ધ કરવા પોલીસ અધિક્ષકશ્રી  દરખાસ્ત  આવેલ છે. હાલમાં સુરેન્દ્રનગર શહેરના ટાવર ચોકથી ટી.બી. હોસ્પિટલ સુધીના રસ્તાની રીસર્ફેસિંગની કામગીરી દિવસ દરમ્યાન સતત ચાલુ રહે તે રીતે કરવી જરૂરી છે. જેથી ટાવર ચોકથી ટી.બી. હોસ્પિટલ સુધીના રસ્તા પર વાહનોની અવર-જવર માટે સદર લંબાઈમાં ચારમાર્ગીય માંથી દ્વિમાર્ગીય કેરેજમાં વે પર વાહન પસાર થાય તે જરૂરી છે.

આ બાબતે ધ્યાને રાખીને જાહેર જનતાના જાન માલની સલામતી તથા અકસ્માત નિવારવા સલામતી જાળવવા રાહદારીનું નિયમન કરવા બંદોબસ્ત જરૂરી જણાતા શ્રી ચંન્દ્રકાંત પંડયા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે સુરેન્દ્રનગર જિલ્લા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩ થી મળેલ સત્તાની રૂએ સુરેન્દ્રનગરમાં ટાવર ચોક થી ટી.બી. હોસ્પિટલ સુધીના વિસ્તારમાં તા.૧૪/૬/૨૦૧૮ સુધી  વાહનોના પ્રતિબંધ અને ડાયવર્ઝન આપવા અંગે જાહેરનામુ ફરમાવ્યું છે.  જો કોઈ વ્યકિત ઉપરોકત હુકમનો ભંગ કરશે અગર ભંગ કરવામાં મદદગીરી કરશે તો આવા ઈસમો ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૫ હેઠળ દંડ અને શિક્ષાને પાત્ર થશે.

સરદારસિંહ રાણા બ્રીજ ઉપર તા.૧૦ મી જુન સુધી વાહનોના પ્રતિબંધ અને ડાયવર્ઝન અંગે જાહેરનામું

સુરેન્દ્રનગરઃ-હાલમાં સુરેન્દ્રનગર શહેરના સરદારસિંહ રાણા બ્રીજની મરામતની કામગીરી કરવાની છે. જેથી વાહનોની અવર-જવર માટે સદર બ્રીજ પર ફકત ટુ વ્હીલર ટ્રાફિક પસાર થાય તેમજ થ્રી વ્હિલર, ફોર વ્હીલર તેમજ ભારે વાહનો સરકીટ હાઉસ પાસે આવેલા કોઝવે પર વાહન પસાર થાય તે મને જરૂરી જણાય છે.

આ બાબતે ધ્યાને જાહેર જનતાના જાન માલની સલામતી તથા અકસ્માત નિવારવા સલામતી જાળવવા રાહદારીનું નિયમન કરવા બંદોબસ્ત કરવાનું જરૂરી જણાતા શ્રી ચંન્દ્રકાંત પંડયા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે સુરેન્દ્રનગર જિલ્લા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩ થી મળેલ સત્ત્।ાની રૂએ સુરેન્દ્રનગરમાં સરદારસિંહ રાણા બ્રીજ પુરતા વિસ્તારમાં તા.૧૦/૬/૨૦૧૮ સુધી  વાહનોના પ્રતિબંધ અને ડાયવર્ઝન આપવા અંગે જાહેરનામુ ફરમાવ્યું છે.

જો કોઈ વ્યકિત ઉપરોકત હુકમનો ભંગ કરશે અગર ભંગ કરવામાં મદદગીરી કરશે તો આવા ઈસમો ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૫ હેઠળ દંડ અને શિક્ષાને પાત્ર થશે.

(12:51 pm IST)