Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

પીપાવાવ ધામ જમીન મુકિત આંદોલનને ૧ મહિનો પૂર્ણ

હાર્દિક પટેલની ઉપસ્થિતીમાં જાહેર સભાઃ ન્યાય આપવા ઉગ્ર માંગણી

રાજુલા-અમરેલી તા.૨૫: અમરેલી જીલ્લાના રાજુલા તાલુકાના પીપાવાવ ધામમાં જીએચસીએલ કંપની સામે ચાલતા ઉપવાસ આંદોલનને આજે એક મહિનો પૂર્ણ થયો છે આજે ''પાસ''ના કન્વીનર હાર્દિક પટેલની ઉપસ્થિતીમા જાહેરસભા યોજાઇ છે

જીએચસીએલ કંપની અને ભૂમાફિયા સામે આંદોલન છેડીને રાજુલા પ્રાંત ઓફિસ સામે ઉપવાસ અને આમરણાંત ઉપવાસ છેડનારાની ૨૯મા દિવસે પણ અધિકારીઓએ મુલાકાત લીધી નથી. જેને પગલે ગ્રામજનોમાં રોષ વ્યાપી ગયો છે. દરમિયાન ગુરૂવારે વધુ એક ઉપવાસીની તબિયત લથડતા તેને સારવારમાં ખસેડાયા હતા. ભૂમાફિયા સામે મેદાને પડેલા ગ્રામજનોની ઉપવાસી છાવર્ણની મુલાકાતે પ્રતિદિન કોઇને કોઇ રાજકીય પક્ષના અગ્રણીઓ આવે છે.પરંતુ આ આંદોલનના ૩૦ દિવસે પણ પ્રશ્નોનો નિકાલ આવ્યો હતો.

રાજુલા તાલુકાના દરિયાકાંઠા વિસ્તારના પીપાવાવ ધામ તથા આસપાસના ગામોના લોકો છેલ્લા ૨૯ દિવસથી ઉપવાસ આંદોલન કરી રહ્યા અને મધુભાઇ સાંખટ, જીલુભાઇ બારૈયા, આતુભાઇ શિયાળ, સાદુળભા શિયાળ, બાબુભાઇ સાંખટ છેલ્લા ૧૭ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહ્યા છે લોકો ન્યાય માટે ઝઝુમી રહ્યા છે અને અધિકારીઓ હજુ પણ પોતાની કાર્યવાહી પૂરી કરી શકયા નથી આંદોલનનો એક મહીના જેટલો સમય થવા આવ્યો છે છતાં પણ સરકાર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નહી તંત્ર અને સરકાર ઘોર નિંદ્રામાં પોઢી રહી છે તેવું લાગી રહ્યું છે. ગરીબ લોકો ન્યાય માટે લડતી કરી રહ્યા છે છતાં પણ સરકાર દ્વારા ગંભીરતા પૂર્વક આંદલન કારીઓની માંગણીને ધ્યાને લેવામાં આવી નથી.

આંદોલનકારીઓ ન્યાય માટે રાહ જોઇને બેઠા છે અને સરકારી બાબુઓ આરામ ફરમાવી રહ્યા છે હવે જોવાનું એ રહ્યું કે તંત્ર અને સરકાર કયારે ન્યાય આપે છે? ૨૯માં દિવસે એક મહિલાની તબીયત લથડતા એમ્બ્યુલન્સ મારફતે રાજુલા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પીપાવાવ ધામ જમીન મુકિત આંદોલનના સમર્થનમાં પાસ કન્વિનર હાર્દિક પટેલ શુક્રવારે આવી રહ્યા છે રાજુલામાં જાહેર સભામાં ધારાસભ્યો, ખેડુત આગેવાનો હાજરી આપશે.

(12:51 pm IST)