Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

દુધના કેનમાં દેશી દારૂ પકડી પાડતી ધોરાજી પોલીસ

ધોરાજી, તા.૨૫ : રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી અતરીપ સૂદની સુચના મૂજબ રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં આયાત થતો દારૂ તથા જુગારની બદ્દીને સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવા માટે સુચના આપેલ. જે માર્ગદર્શન હેઠળ આજરોજ ધોરાજી ઇન્સ. એમ.વી. ઝાલાની સુચના મુજર્બં પો.સબ ઇન્સ. જે.વી. વાઢિયા તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન હકીકત આધારે જુનાગઢ ધોરાજી હાઇ વે રોડ તોરણિયા પાટીયા પાસેથી એક નંબર વગરનું મો.સા. સાથે દુધના કેનમાં છુપાવેલ દેશી દારૂ લી. ૧૪૦ કિ.રૂ. ૨૮૦૦ તથા મોબાઈલ નં.૨ કિ.રૂ. ૧૦૦૦ તથા મો.સા. કિ.રૂ. ૨૦,૦૦૦ મળી કુલ રૂ. ૨૩,૮૦૦ના મુદામાલ સાથે કાયદાનાી સંઘર્ષમાં આવેલ કિશોર ભરત માંડાભાઇ મોરી રહે. જુનાગઢ વાળાને પકડી પાડી પ્રોહી એકટ હેઠળ ફરીયાદ દાખલ કરાવવામાં આવેલ છે.

આ સમગ્ર કામગીરીમાં કોન્સ બાપાલાલ ચૂડાસમા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.  (તસ્વીર : કિશોર રાઠોડ, ધોરાજી)

(12:50 pm IST)