Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

મસીતીયામાં જુગારધામ ઝડપાયુ

મસીતીયા ગામે જાવિદ જુમા અખાણી ના ઓ તેના ભાઇના મકાને બહારથી માણસો બોલાવી ગંજી પતાના પાના વડે તીન પતિ રોન પોલીસ નામનો જુગાર રમી રમાડી નાલના પૈસા ઉઘરાવી ચા-પાણી અને લાઇટની વ્યવસ્થાની સગવડ પુરી પાડી જુગારનો અખાડો ચલાવે છે તેમ હકિકત મળતા રેઇડ કરતા (૧) જાવિદ જુમા અખાણી સુમરા ઉ.વ. ૩૨ રહે. ડાડાની દરગાની બાજુમા (ર) જુમા ઉમરભાઇ ખફી સુમરા ઉ.વ. ૨૪ ધંધો મજુરી રહે. મસીતીયા (૩) અફજલ સિદિકભાઇ જુસબભાઇ અખાણી સુમરા ઉ.વ. ૧૯ રહે. દરગાહ ગેટ પાસે (૪) આરીફ લતીફભાઇ ખફી સુમરા ઉ.વ. ૨૨ રહે. કન્યાશાળાની બાજુમાં (૫) બશીર અબુભાઇ ખફી સુમરા ઉ.વ. ૨૩ રહે. દરગાહ રોડ ૩૦૨૮૦ સાથે મળી આવતા પો. હેડ કોન્સ. પી.કે. જાડેજા એ પો.સ.ઇ. જે.બી. ખાંભલા ફરીયાદ આપી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે. તેમજ દિવસ દરમ્યાન ઠેબા ચોકડી પાસેથી કૃષ્ણપાલસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા તથા સંજય ઉર્ફે દેવશીભાઇ મકવાણા રહે. જામનગર વાળાઓના કબ્જામાંથી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ -૩૪ મોબાઇલ-૩ તથા વાહનો મળી કુલ મુદામાલ ૧૨૩૦૦૦/ સાથે પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે. આ કાર્યવાહી પંચ બી. પો.સ્ટે. ના પો.સબ. ઇન્સ. જે.બી. ખાભલા તથા સ્ટાફના પો.હેડ કોન્સ. મગનભાઇ ચંદ્રપાલ તથા પોલીસ હેડ કોન્સ રામદેવસિંહ ઝાલા પી.કે. જાડેજા તથા શોભરાસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ લાઠીયા તથા હરીહરભાઇ પાંડવ વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(12:49 pm IST)