News of Friday, 25th May 2018

માંગરોળના ભાટ ગામની અપહૃત કિશોરી હાથપગ બાંધેલી હાલતમાં ખેતરમાંથી બેભાન સ્થિતિમાં મળી

બુકાનીધારીઓએ અપહરણ કરી કેફી પીણું પીવડાવી હાથપગ બાંધી કોથલામ પુરી દીધી હતી

જૂનાગઢ:માંગરોળ તાલુકાના ભાટગામે 13 વર્ષિય કિશોરીના અપહરણ બાદ હાથપગ બાંધેલી હાલતમાં ખેતરમાંથી બેભાન સ્થિતિમાં મળી આવી છે કિશોરીના પરિવારજનોના કહેવા મુજબ કેટલાક  બુકાનીધારી અજાણ્યા શખ્સોએ કિશોરીને ઉપાડી ગયા હતા. કિશોરીનું અપહરણ કર્યા બાદ તેને કેફી પીણું પીવડાવીને હાથપગ બાંધી કોથળામાં પૂરી દેવામાં આવી હતી.

   આ કિશોરી ગુમ થયા બાદ પરિવારના લોકોએ તેની શોધખોળ આદરી હતી. શોધખોળ દરમિયાન કિશોરી ઘરથી દૂર એક ખેતરમાંથી મળી આવી હતી. કિશોરી મળી આવી ત્યારે તેના હાથપગ બાંધેલા હતા. એટલું જ નહીં તેને એક કોથળામાં બાંધીને ફેંકી દેવામાં આવી હતી. કિશોરી જ્યારે મળી આવી ત્યારે તે બેભાન હાલતમાં હતી. પરિવારના લોકોએ આ અંગેની જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.

પોલીસ સ્થળની મુલાકાત લઈને કિશોરીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી હતી તેમજ આ અંગે અજાણ્યા લોકો સામે અપહરણનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.

અપહરણ અંગે પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે કિશોરી સાંજે ફળિયામા બાંધેલી ગાયને જોવા ગઈ હતી ત્યારે તેનું કોઈ અજાણ્યા શખ્સોએ અપહરણ કરી લીધું હતું. તપાસ બાદ તે ખેતરમાંથી બેભાન હાલતમાં મળી આવી હતી. કિશોરીએ હાલમાં સાતમાં ધોરણની પરીક્ષા આપી છે.

(12:02 pm IST)
  • રાત્રે જમ્મુના બસ સ્ટેન્ડ પર ગ્રેનેડ હુમલો :બે પોલીસ ઘાયલ :એક નાગરિકને પણ ઇજા :ગુરુવારે રાત્રે શંકાસ્પદ આતંકીઓએ ગ્રેનેડ ફેંક્યા હતા જયારે શ્રીનગરમાં એક સીઆરપીએફ કેમ્પ પર હુમલો થયો જેમાં કોઈને ઇજાના અહેવાલ નથી access_time 1:25 am IST

  • રાજકોટમાં વોકહાર્ટ હોસ્પિટલમાં 24 વર્ષના યુવાન હાર્દિક હડિયા બ્રેઇનડેડ જાહેર :અંગદાનનો નિર્ણય બાદ રાજકોટના ઇતિહાસમાં સૌપ્રથમ વાર ગ્રીન કોરિડોરની વ્યવસ્થા :એર એબ્યુલન્સથી પાંચ વ્યક્તિને નવજીવન મળશે :મૂળ લીલાખાનાં યુવકના આંખ,કિડની,હૃદય,સહિતના અંગોની દાન કરાયું access_time 12:59 am IST

  • ચોમાસાનાં શુભ-સમાચાર : ચોમાસું દક્ષિણ આંદામાનમાં બેસી ગયું : હવે ટૂંક સમયમાં જ કેરળની વાટ પકડશે : ત્યાંથી કોંકણ માર્ગે થઈને મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં પ્રવેશશે access_time 4:51 pm IST