Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

'નાકાબંધી' નિષ્ફળ,૨.૮૦ લાખ સાથે લૂંટારૂ મોટર સાયકલ ઉપર પળવારમાં જ અદ્રશ્ય

જામજોધપુરના વેરાવળનુ મુસ્લિમ ખેડૂત પ્રૌઢ દંપતિ બેન્કમાંથી પૈસા ઉપાડી ઘેર જતું'તુ ત્યારે જ બનાવ

જામજોધપુર તા.૨૫: તાલુકાના વેરાવળનું મુસ્લિમ ખેડૂત પ્રૌઢ દંપતિ બેન્કમાંથી રૂપિયા ઉપાડીને ઘેર જતુ હતુ ત્યારે ઓચિંતા મોટર સાયકલ ઉપર ઘસી આવેલા બે અજાણ્યા લૂંટારૂ ૨.૮૦ લાખની થેલી લૂંટી છનન થઇ ગયા હતા... ઝડપી લેવા પોલીસે કરેલી નાકાબંધી પણ નિષ્ફળ રહી હતી.

વિગત મુજબ વેરાવળ ગામે રહેતા પ્રૌઢ જુમાભાઇ અલારખાભાઇ પટા અને તેમના હલીમાબેન ગઇકાલે જામજોધપુર બેન્કમાં ધિરાણની રકમ રૂ.૨.૮૦ લાખ લઇને મોટર સાયકલ જીજે ૧૦ બીટી ૩૪૦૨ ઉપર ઘેર જઇ રહ્યા હતા ત્યારે ગઇકાલે બપોરે વસંતપુર નજીક પહોચતા જ અવેડા પાસેની ગોળાઇમાં ઓચિંતા ડબલ સવારી મોટર સાયકલ ઉપર ઘસી આવેલા બે બુકાની ધારી શખ્સોએ આંખમાં મચ્ચાની ભુક્કી છાંટી દીધી હતી... એકદમ બળતરા થતા જ પતિ-પત્નિએ મોટર સાયકલ ઉભુ રાખ્યુ કે તુરંત જ બન્ને લૂંટારૂઓ હાથમાં રહેલ ૨.૮૦ લાખની રોકડ સાથેની થેલી આંચકી ભાગી છૂટયા હતા. લૂંટની ઘટનાથી હતભુત ખેડુ દંપતિએ હાફળા-ફાંફળા થઇ તાત્કાલિક પોલીસ સ્ટેશને પહોંચી જાણ કરતા જ પોલીસ કાફલાએ ઘટના સ્થળે પહોંચી ભોગ બનનાર દંપતિના વર્ણનના આધારે બન્ને લૂંટારૂઓને દબોચવા નાકાબંધી કરી હતી. પણ ત્યાં સુધીમાં તો બન્ને અદ્રશ્ય થઇ જતા પોલીસ પકડમાં આવ્યા નહોતા આ અંગે પોલીસે અજાણ્યા બે લૂંટારૂ સામે ગુન્હો નોંધી શોધખોળ આગળ ધપાવી છે.  

 

(12:01 pm IST)
  • દિલ્હીના મુખ્ય સચિવ અંશુ પ્રકાશ સાથે કથિત મારપીટ મામલે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાની ત્રણ કલાક પૂછપરછ :એડિશનલ ડીસીપી હરેન્દ્રસિંહના નેતૃત્વમાં એક ટીમે સિસોદીયાના મથુરા રોડ પરના ઘરે 165 મિનિટ પૂછપરછ કરી અને અંદાજે 125 સવાલ કર્યા :પોલીસે કહ્યું જવાબથી સંતુષ્ટ access_time 1:18 am IST

  • રાજકોટમાં વોકહાર્ટ હોસ્પિટલમાં 24 વર્ષના યુવાન હાર્દિક હડિયા બ્રેઇનડેડ જાહેર :અંગદાનનો નિર્ણય બાદ રાજકોટના ઇતિહાસમાં સૌપ્રથમ વાર ગ્રીન કોરિડોરની વ્યવસ્થા :એર એબ્યુલન્સથી પાંચ વ્યક્તિને નવજીવન મળશે :મૂળ લીલાખાનાં યુવકના આંખ,કિડની,હૃદય,સહિતના અંગોની દાન કરાયું access_time 12:59 am IST

  • ઓરિસ્સાના રાજ્યપાલ બન્યા હરિયાણાના પૂર્વ મંત્રી પ્રો,ગણેશીલાલ :વર્ષ 2007થી 2010 સુધી પાર્ટીએ તેઓને ઝારખંડના સહપ્રભારી બનાવ્યા હતા "વર્ષ 2014માં વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ચુત્નેય કમિટીમાં મહત્વનું સ્થાન હતું ;ચૂંટણી ઢંઢેરા સમિતિ અને સ્ક્રીનિંગ કમિટીના ચેરમેન બનાવાયા હતા access_time 1:18 am IST