Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

વિછીયાના સનાળામાં હલણ પ્રશ્ને કોળી પ્રોૈઢ પર ભત્રીજાઓનો હુમલો

રણછોડભાઇ સોલંકીને સારવાર માટે રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૨૫: વિંછીયાના સનાળા ગામે રહેતાં અને ખેતી કરી ગુજરાન ચલાવતાં રણછોડભાઇ નાગજીભાઇ સોલંકી (ઉ.૫૨) નામના કોળી પ્રોૈઢ પર રાત્રે દસેક વાગ્યે પોતાની વાડીએ હતાં ત્યારે ભત્રીજા વલકુ રામજીભાઇ સોલંકી, લાલા રામજીભાઇ, હરજી રામજીભાઇ અને અલ્પેશ વલકુભાઇએ મળી હુમલો કરી લાકડીથી માર મારતાં વિંછીયા સારવાર લઇ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતાં.

હોસ્પિટલ ચોકીના એએસઆઇ થોભણભાઇ ટીલારા અને દિપસિંહ ચોૈહાણે વિંછીયા પોલીસને જાણ કરી હતી. રણછોડભાઇના પુત્ર પ્રવિણના કહેવા મુજબ તેના પિતા વાડીએ હતાં ત્યારે તેની વાડીનું હલણ ભત્રીજાઓ વલકુ સહિતનાએ જેસીબી બોલાવીને બંધ કરી દેવાનું કામ ચાલુ કરતાં પિતા ત્યાં પુછવા જતાં ચારેયે હુમલો કર્યો હતો.

(12:00 pm IST)