Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

ભાણવડમાં સલિમ ઉર્ફ સલિયો ઘાંચીની દાદાગીરીઃ વિરમભાઇ મેરને પાઇપ અને સળીયાથી ફટકાર્યા

પુત્ર સાથે રિક્ષા ભાડા મામલે ઝઘડો કરી રિક્ષામાં તોડફોડ કરી હોઇ મેર આધેડ સમજાવવા જતાં તેના પર હુમલો

રાજકોટ તા. ૨૫: પોરબંદરના ભાણવડમાં રહેતાં અને માથાભારેની છાપ ધરાવતાં ઘાંચી શખ્સે તેના બે પિત્રાઇ ભાઇઓ સાથે મળી મેર આધેડ પર પાઇપ-સળીયાથી હુમલો કરતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા છે. આ શખ્સ અવાર-નવાર નાની-નાની વાતે ગામમાં ગમે તેના પર હુમલો કરતો હોવાનો આક્ષેપ ઘાયલ થયેલા આધેડે કર્યો છે. ગઇકાલે પોતાના પુત્ર સાથે રિક્ષા ભાડા બાબતે ઘાંચી શખ્સે માથાકુટ કરી હોઇ પોતે સમજાવવા જતાં હુમલો થયો હતો.

ભાણવડ સિધ્ધી વિનાયક પાર્કમાં રહેતાં  અને પશુપાલન કરી ગુજરાન ચલાવતાં વિરમભાઇ સુકભાઇ ગોરાણીયા (ઉ.૪૫) નામના મેર આધેડ પર ગામમાં વેરા નાકા પાસે સલિમ ઉર્ફ સલિયો દાઢી (ઘાંચી) અને તેના કાકાના બે દિકરાએ લોખંડના સળીયા અને પાઇપથી હુમલો કરતાં ભાણવડ સારવાર લઇ રાજકોટ દાખલ થયા છે.

વિરમભાઇએ જણાવ્યું હતું કે સલિમ ગામમાં માથાભારેની છાપ ધરાવે છે અને વારંવાર ડખ્ખા કરતો રહે છે. મારો પુત્ર નાગાજણ રિક્ષાના ફેરા કરે છે અને સલિમ પણ રિક્ષા હંકારે છે. ગઇકાલે તેણે મારા દિકરા સાથે ભાડા બાબતે ઝઘડો કરી તેની રિક્ષામાં તોડફોડ કરી મારકુટ કરી હતી. આ બાબતે તેને સમજાવવા જતાં મારા પર હુમલો થયો હતો.

હોસ્પિટલ ચોકીના એએસઆઇ થોભણભાઇ ટીલારા અને દિપસિંહ ચોૈહાણે પોરબંદર પોલીસને જાણ કરી હતી.

(12:00 pm IST)