Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

પોરબંદરના પેટ્રોલપંપમાં ચોરી અને લૂંટ કરનાર રવિ ઉર્ફે રવિયો ઝડપાયો

સીસીટીવી ફુટેજના આધારે ઝડપાયોઃ લૂંટમા વપરાયેલ છરી સ્કુટર તથા રોકડ મળ્યા

પોરબંદર તા.૨૫: અહીં વીરભાનુજી ખાંભી પાસે એસ્સાર પેટ્રોલપંપમાં તથા હરીશ ટોકીઝ પાસે પેટ્રોલપંપમાં ચોરી કરી નાસી જનાર રવિ ઉર્ફે રવિયો ગોર લલીતભાઇ આબોટી બ્રાહ્મણ ને સીસીટીવી ના ફુટેજના આધારે પોલીસે પકડી પાડેલ છે.

 સરકારી હોસ્પિટલ પાસે સીસીટીવીના ફુટેજના વર્ણન મુજબ શંકાસ્પદ રીતે ઝડપાયેલ અને પોલીસે પુછપરછ કરતા એસ્સાર પેટ્રોલમાં છરી બતાવીને ૨૩૫૦૦ રોકડા તથા હરીશ ટોકીઝ પાસે ૧૦૫૦૦ રોકડીની ચોરી કર્યાની કબુલાત આપી હતી.

આ શખ્સ પાસેથી લૂંટમાં વપરાયેલ જયુપીટર સ્કુટર તથા સ્કુટરની ડેકીમાંથી છરી અને કાળા રંગનું રેકઝીનનું પાકીટ તથા ૨૦ હજાર રોકડા તેમજ પેન્ટના ખીસ્સામાંથી ૧૦૫૦૦ રોકડા મળી આવેલ.

જિલ્લા પોલીસ અધિક્ષકની સુચના અને એલસીબીના પોલીસ ઇન્સપેકટર ડીવી બસિયાના માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસ ઇન્સપેકટર બી.કે. ભારાઇ તથા એલસીબીના કોન્સટેબલ વિપુલભાઇ, હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ, વિજયરાજસિંહ ને મળેલ બાતમીને આધારે વોચ ગોઠવીને આરોપીને પકડી પાડયો હતો. અને કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધ્યો છે. (૧.૧૪)

(12:28 pm IST)