Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

કચ્છની સિમેન્ટ કંપનીને જંગી દંડ ફટકાર્યો

ભુજ તા.૨૫: કચ્છમાં અબડાસા તાલુકાના ખોરાઇ ગામ નજીક ગેરકાયદે ખનીજના ઉત્ખન્ન બદલ બિરલાગૃપની અલ્ટ્રાટેક સિમેન્ટને ખાણ-ખનિજ ખાતાએ તાજેતરેમાં રૂ. ૨.૬૦ કરોડનો દંડ ફટકારતા હલચલ મચી જવા પામી છે. આ સાથે આશાપુરા ગૃપને પણ સકંજામાં લઇને રૂ. ૫૬ લાખનો દંડ કરાયો છે.

આ અંગે મળતી ખાણ-ખનીજ ખાતાના અધિકારીના જણાવ્યા મુજબ અબડાસાના વાયોર પાસે આવેલા સિમેન્ટ કંપની ગેરકાયદે ખજિન ઉસેડતી હોવાાની ફરીયાદના પગલે તપાસ કરાઇ હતી. જેમાં ખારાઇ ગામ નજીક આવેલી કંપનીની માઇનિંગ લીઝ લાઇમ સ્ટોન માટે મંજુર થયેલી છે પણ અહિંથી કંપનીએ કલેનું ઉત્ખન્ન કર્યુ હતું. લાઇમ સ્ટોનની રોયલ્ટીના ભાવ ઓછા છે એટલે કલેની રોયલ્ટીના ભાવ વધુ છે એટલે કલેની રોયલ્ટી અલ્ટ્રાટેક કંપનીએ સરકારને ચુકવવી પડે પરંતુ એ રોયલ્ટીની રકમ નહી ચુકવતા ખાણ-ખનીજ ખાતાએ ૨.૬૦ કરોડનો દંડ કર્યો હતો. જયારે લખપત તાલુકાના ખરોડામાં આશાપુરા ગૃપની મંજુર લીઝ બહાર કંપની દ્વારા બેન્ટોનાઇટનું ખોદાણ કરાતા આશાપુરા ગૃપ ઓફ કંપનીને કલેકટરના આદેશથી ૫૬ લાખનો દંડ ભરવાની નોટીસ અપાઇ છે. અલગ અલગ ચાર કિસ્સામાં ચોરી બહાર આવતા ૨૬.૪૫ લાખ, ૧૩.૭૬ લાખ, ૭.૦૯ લાખ તથા ૭.૯૪ લાખ મળી કુલ ૫૬.૦૫ લાખનો દંડ કરાયો છે જેમાં કંપની અધિક નિયામક કચેરી સમક્ષ અપીલ કરે શકે તેવું નોટીસમાં જણાવાયું છે.

(11:59 am IST)