Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

ગોંડલના બે યુવાનોને અર્ધનગ્ન કરી માર માર્યાની ઘટનામાં ભાજપના મંત્રી સહિત ૮ સામે ગુન્હો

માર ખાનાર બંને યુવાનોએ પોલીસમેન વિરૂધ્ધ પોસ્ટરો લગાવ્યા'તા

ગોંડલ તા. ૨૫ : શહેરના ભગવતપરા ખાતે માંધાતા ના સ્ટેચ્યુના સ્ટેન્ડમાં પોલીસ વિરુદ્ઘ પોસ્ટર લગાવનાર બંને યુવાનોને અર્ધનગ્ન કરી માર મારવાની ઘટનામાં જિલ્લા ભાજપ મંત્રી સહિત આઠ શખ્સો સામે સીટી પોલીસ મથકમાં રાયોટીંગ ગુનો નોંધાવા પામ્યો છે.

પ્રાપ્ત વિગત મુજબ શહેરના સરકારી દવાખાના ખાતે આવેલ ચોકમાં શ્રી માંધાતા ની પ્રતિમા સ્ટેચ્યૂ ન ગતરોજ દિલીપ ગોરધનભાઈ બાબરીયા તેમ જ રણજીત ગિરધરભાઈ મકવાણા દ્વારા સીટી પોલીસમાં વિરુદ્ઘ અભદ્ર ભાષામાં લખાણ કરી પોસ્ટર લગાવવામાં આવ્યા હતા શ્રી માંધાતાની પ્રતિમા સ્ટેચ્યુ નીચે પોસ્ટર લગાવ્યા કોળી સમાજના લોકો રોષે ભરાયા હતા અને બંને યુવાનોને અર્ધનગ્ન કરી ઢોર માર માર્યો હતો.

આ ઘટનામાં માર ખાનાર દિલીપ બાવરીયા દ્વારા રાજકોટ જિલ્લા ભાજપ મંત્રી તેમજ કોળી ઠાકોર વિકાસ નિગમ ના વાઇસ ચેરમેન ભુપતભાઈ મોહનભાઈ ડાભી, અજય વિનુભાઈ કોળી, મુકેશ હરિભાઇ મકવાણા, જીતેન્દ્ર કેશુભાઈ મકવાણા, અશોકભાઈ ગોહેલ , ગૌતમ પરમાર, મહેશ કાનજીભાઈ ગોહેલ તેમજ ધિરુભાઈ રસોયા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૩૨૪ ૧૪૩ ૧૪૭ ૧૪૮ ૧૪૯ ૩૨૩ ૫૦૪ તેમજ જીપી એકટ૧૩૫ મુજબ ગુનો નોંધી વધુ તપાસ સીટી પી.એસ.આઇ મીઠા પ્રાય હાથ ધરી છે.

(11:59 am IST)