Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

જસદણ-વિંછીયા પંથકમાં એક બેડા પાણી માટે રઝળપાટ

ધોમધખતા તાપમાં જસદણમાં પ દિવસે એક વખત પાણીનું વિતરણ

જસદણ, તા. રપ : જસદણ વિંછીયા પંથકના મોટાભાગના ગામડાઓમાં નર્મદાના નીર પૂરતા ન મળવાને અને ભૂગર્ભ તળ નીચે જવાને કારણે ગામડાઓમાં પાણીનો બોકાસો બોલી રહ્યો છે.

ઉનાળાના આખરી દિવસોમાં સખત ગરમીને કારણે લોકોને પાણીની જરૂરીયાત વધતા ગામડાઓમાં ગ્રામ્યજનોને ફકત એક બેડા પાણી માટે અહીં તહી રઝળપાટ કરવી પડી રહે છે. જસદણમાં પાંચ દિવસે માંડ માંડ પાણી મળી રહ્યું છે.

ત્યારે ગામડાઓમાં પાંચ દિવસથી માંડી પંદર દિવસે લોકોને પાણી મળી રહ્યું છે.

સરકારી ચોપડે નર્મદાના નીરની યોજના અંગે દરેક ફાઇલો કીલીયર છે પરંતુ સમયસર લોકોને પાણી મળતું નથી.

જસદણ વિંછીયાના લોકોને પૂરતું અને સમયસર પાણી આપે તેવી માંગ છે.

(11:58 am IST)