Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

બરવાળા-બાવળ ગામે શનિવારે ડો. બાબા સાહેબ આંબેડકર પ્રતિમા અનાવરણ

ભીમ સંગીત દ્વારા જન-જાગરણ કાર્યક્રમ..

રાજકોટ, તા. ર૪ :  અમરેલી જિલ્લા-તાલકુા વડિયા-કુંકાવાવના બરવાળા-બાવળ ગામે આગામી તા. ર૬ શનિવારે અનુજાતિ સમુદાય, જય ભીમ યુવા ગૃપ અને સરકારી કર્મચારીઓના સંયુકત ઉપક્રમે માતા રમાબાઇ આંબેડકરના ૮૩ માં મહાપરિનિર્વાણ (સ્મૃતિદિન)ની પૂર્વ સંધ્યાએ તથા ડો. બાબાસાહેબ આંબેડકરના ૧ર૭માં અવતરણ વર્ષના ઉપલક્ષમાં -જન્મોત્સવ પ્રસૈંગે ડો. બાબાસાહેબ-આંબેકડર પ્રતિમાનું બહુજન બાલીકાઓ અને સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા સાંજે ૬ કલાકે અનાવરણ કરવામાં આવશે. તેમજ સવારે ૮ થી ૧ર વિશાળ શોભાયાત્રા, સાંજે ૭ થી ૯ સામુહિક ભીમ ભોજન, રાત્રે ૯ થી ૧૦ બુધ્ધ-ભીમવંદના અને મહાનાયકોને પુષ્પમાળા અર્પણ, મહાનુભાવોના સન્માન અને પ્રાસંગિક ઉદ્બોધન તેમજ રાત્રે ૧૦ વાગ્યાથી ભીમ સંગીતના માધ્યમથી જન-જાગરણ કાર્યક્રમ રાખેલ છે.

જેમાં ડો. આંબેડકરના જીવન-કવનને સંગીત કલાના માધ્યમથી પ્રસ્તુતકર્તા વિશનભાઇ કાથડ અને ટીમ (માંગરોળ) તથા મોહિન્દર મૌર્ય (બહુજન શિક્ષક અને સાહિત્યકાર) સાણંદ પ્રસ્તુત કરશે. આંબેડકરાઇટ મીશન અને મહામાનવોની વિચારધારા સાથે સંલગ્ન સર્વે કર્મશીલોને ઉપસ્થિત રહેવા દિનેશ પડાયા (૯૯ર૪૩ ૯૬૯પ૮) અને અતુલ પડાયા (૯૪ર૬૩ ૯૭૦૮૧) દ્વારા અપીલ કરાઇ છે.

ડો. આંબેડકરના જીવન-કવનને સંગીત કલાના માધ્યમથી પ્રસ્તુતકર્તા વિશનભાઇ કાથડ અને ટીમ (માંગરોળ) તથા મોહિન્દર મૌર્ય (બહુજન શિક્ષક અને સાહિત્યકાર) સાણંદ પ્રસ્તુત કરશે

(11:55 am IST)