Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

સલાયાના 20 વહાણ ઓમાનમાં ફસાયા :એક વહાણે જળસમાધિ લીધી :ખલાસીઓની શોધખોળ

યમનમાં વરસાદ સાથે વાવાઝોડાને કારણે દરિયો તોફાની :બંદર પર સંપર્ક તૂટ્યો

યમનના દરિયામાં સર્જાયેલા વાવાઝોડા અને વરસાદમાં સલાયાના એક વહાણે જળસમાધિ લીધી છે. આ તોફાનમાં સલાયાના 20 જેટલા વહાણ ઓમાનમાં ફસાયા હોવાનું પણ જાણવા મળ્યુ છે.    

  વધુમાં જાણવા મળતી વિગત મુજબ સલાયાનું વહાણ `આતા-એ-ખ્વાઝા' અંદાજિત કિંમત દોઢ કરોડનું વહાણ યમન પોર્ટના સિકોતેર બંદરે જતું હતું. ત્યારે રાત્રિના સમયે વરસાદ સાથે વાવાઝોડું ફૂંકાતાં માલ-સામાન સહિત આ વહાણ દરિયામાં ડૂબી ગયું છે. આ વહાણમાં 5 ખલાસીઓ હતા. જેમાંથી ચાર ખલાસીઓ હજુ લાપતા છે. અન્યની ખલાસીની શોધખોળ ચાલુ છે,


   સલાયા બંદર પર વાતાવરણ ખરાબ હોઈ તેમનો સંપર્ક થઈ શક્તો નથી. તો બીજી તરફ ઓમાન સરકાર દ્વારા વહાણને બંદર પરથી સમુદ્રમાં ન લઈ જવા સૂચના આપી છે.

(11:55 am IST)