Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

મીઝલ્સ-રૂબેલા રસી અભિયાન અંતર્ગત ડીસ્ટ્રીકટ ટાસ્કફોર્સની બેઠક જિલ્લા વિકાસ અધિકારી પ્રશસ્તિ પરીકના અધ્યક્ષ સ્થાને યોજાઇ

જામનગર, તા.૨પઃ જામનગર જિલ્લામાં આગામી જુલાઇ માસમાં ૯ માસથી ૧૫ વર્ષ સુધીના તમામ બાળકોને મીઝલ્સ-રૂબેલા રસી આપવાની થાય છે. જે અનુસંધાને જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રશસ્તિ પરીકની અધ્યક્ષતામાં ડીસ્ટ્રીકટ ટાસ્કફોર્સની મીટીંગનું આયોજન કરાયુ હતુ. આ તકે જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રશસ્તિ પરીકે ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં લોક આગેવાનો, ધર્મગુરૂઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, રિલાયન્સ, એસ્સાર જેવા ઔદ્યોગિક ગૃહો, સામાજિક આગેવાનોનો સહયોગ લઇ શિક્ષકો તથા આંગણવાડી વર્કરોને અભિયાનમાં સાથે રાખી જનજાગૃતિ લાવી ઝુંબેશને સફળ બનાવવા અનુરોધ કરેલ હતો.             

આરસીએચઓ શ્રી ડો.બથવાર દ્વારા ગ્રામ્ય તથા તાલુકા લેવલે સુક્ષ્મ આયોજન કરી માતા મીટીંગ, સમુદાય મીટીંગ, શિક્ષક મીટીંગ, સામાજિક-ધાર્મિક આગેવાનો વગેરેના સહયોગ દ્વારા ઉપરોકત કામગીરી સફળતાપૂર્વક, આયોજનબધ્ધ પૂર્ણ થાય તે જોવા જણાવેલ હતુ. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી જે.જે.પંડ્યા દ્વારા આ અભિયાનમાં તમામ આંગણવાડી કેન્દ્ર, શાળાઓ, મદ્રેસા તથા શાળાએ ન જતા ૯ માસથી ૧૫ વર્ષ સુધીના તમામ બાળકોને આવરી લેવા આયોજન કરવા જણાવેલ હતુ. WHO ના પ્રતિનિધિશ્રી ડો. વિનયકુમારે અભિયાન વિષે વિસ્તૃત માહિતી આપતા જણાવયુ હતુ કે, જામનગર જિલ્લામાં આ અભિયાન સફળતાપૂર્વક થાય તે માટે માઇક્રોપ્લાન મુજબ આયોજન અને અમલીકરણ થવુ જોઇએ.         

આ અભિયાનની કામગીરીના આયોજન માટે જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, આઇ.સી.ડી.એસ. અધિકારી, તાલુકા આરોગ્ય અધિકારી, જી.જી. હોસ્પિટલના ડો. મોલીક શાહ તથા જિલ્લાના લગત અધિકારીઓ હાજર રહેલ હતા.

આર.સી. બુક (સ્માર્ટ કાર્ડ) મળેલ ન હોય તેવા વાહન માલિકો માટે ખાસ ઝુંબેશ

જામનગર જિલ્લાના જે વાહન માલિકોને આર.સી. બુક (સ્માર્ટ કાર્ડ) મળેલ ન હોય તેઓ માટે તા.૨૬-૦૫-૨૦૧૮નાં રોજ આર.ટી.ઓ. કચેરી ખાતે ખાસ ઝુંબેશ રાખવામાં આવેલ છે. જેમાં સવારના ૧૦ થી સાંજનાં ૬ કલાક સુધી આર.સી. બુક મેળવી શકાશે. આર.ટી.ઓ કચેરીએ પોસ્ટ વિભાગ મારફત પરત થયેલ આર.સી.બુકની વિગત rtogujarat.gov.in  ઉપર જોઇ શકાશે. આર.સી. બુક મેળવવા સમયે ઓળખનો પુરાવો અવશ્ય રજુ કરવાનો રહેશે તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, જામનગરની યાદીમાં જણાવાયુ છે. 

જિલ્લાના તમામ મહિલા પ્રધાન ક્ષેત્રીય બચત યોજનાના એજન્ટોને સુચના

જિલ્લાના તમામ મહિલા પ્રધાન ક્ષેત્રીય બચત યોજનાના એજન્ટોને સુચના આપવામાં આવે છે કે, જે તારીખે ખ્લ્ન્ખ્લ્લ્-૫ કાર્ડ ઇશ્યુ કર્યા હોય તેની અગાઉ ખુલેલા ખાતા માટે કાર્ડનો ઉપયોગ કરવો નહી. જો તેમ થયેલ જણાશે તો એજન્સીનાં એગ્રીમેન્ટની કલમ I ની સબ કલમ II/III/IV/V તેમજ કાર્ડમાં લખેલ શરત નંબર ૭ ના ભંગ બદલ એગ્રીમેન્ટની કલમ-૪ મુજબ એજન્સી તાત્કાલીક અસરથી રદ કરવામાંઆવશે જેની ખાસ નોંધ લેવા ખાસ મામલતદારશ્રી, નાની બચત શાખા, જામનગરની યાદીમાં જણાવાયુ છે.

(11:50 am IST)